Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : AFTERNOON BULLETIN / Major crisis facing Europe in 2026: War, heat, and inflation! — Horrific accident in Congo

VIDEO: AFTERNOON BULLETIN / યુરોપમાં 2026નું મોટું સંકટ: યુદ્ધ, ગરમી અને મોંઘવારી!, કોંગોમાં ભયાનક અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
 1) યુરોપમાં 2026નું મોટું સંકટ: યુદ્ધ, ગરમી અને મોંઘવારી!
App Store
 
2026માં યુરોપ પર ઘેરાયા મુશ્કેલીઓના કાળા વાદળો! એક તરફ રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વૈશ્વિક ઊર્જા બજાર પર આકરી અસર... તો બીજી તરફ આકરી ગરમી અને દુષ્કાળે ગેસ-અનાજના ભંડારો ખાલી કરી દીધા છે.
 
2) ' કોંગોમાં ભયાનક અકસ્માત: શાળામાં આગ લાગતા 26 વિદ્યાર્થીઓના મોત!
 
"કોંગોના બુકાવુ શહેરમાંથી આવ્યા કાળજું કંપાવી દેતા સમાચાર! એક ઘરમાં લાગેલી ભયાનક આગ નજીકની બે શાળાઓ સુધી ફેલાતા મચી નાસભાગ... 26 નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા, તો અનેક ગંભીર રીતે ઘાયલ. શું આ દુર્ઘટના રોકી શકાઈ હોત?"
 
3)રશિયન પ્રમુખ પુતિન ભારત પહોંચ્યા
બ્રિક્સ સમિટ 2026માં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી ગયા છે. આજે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતર્યું હતું જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું
 
4)અભિજિત દીપકેએ જણાવ્યો 'કોકરોચ'નો પ્લાન
 
અભિજિત દીપકેએ જણાવ્યું કે, તેમની પાર્ટીનો ઉદ્દેશ્ય માત્ર ચૂંટણી લડવાનો નથી, પરંતુ મોટો બદલાવ લાવવાનો છે. અમેરિકાથી પરત ફરી, તેમણે 'નીટ' પેપર લીક અને 'સ્કૂલ ઠીક કરો' અભિયાનનું નેતૃત્વ કર્યું. તેમનો હેતુ સામાન્ય લોકોને તેમના અધિકારો માટે જાગૃત કરવાનો છે.
 
5) લાંચિયા અધિકારીઓ ઝડપાયા
 
ગુજરાત પોલીસ આવાસ નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર અને કરાર આધારિત ઇજનેર 40 હજારની લાંચ લેતા મોડી રાત્રે ઝડપાયા. કમ્પાઉન્ડ વોલના બિલ મંજૂર કરવા માંગી હતી 50 હજારની કમિશન! ભ્રષ્ટ અફસરો સામે ક્યારે અટકશે આ ખેલ?
 
6) ગિફ્ટ સિટીમાં 'વાઇન એન્ડ ડાઇન'નો ક્રેઝ
 
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ થતાં જ વિદેશી દારૂની છૂટછાટનો મોટો ધમાકો! સરકારી આંકડા મુજબ 2024-25ના માત્ર એક જ વર્ષમાં 55,638 લિટર દારૂ વેચાયો, જ્યારે બે વર્ષમાં આ આંકડો 60 હજાર લિટરને પાર પહોંચી ગયો છે