મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

યુટ્યુબ પર ભૂલથી પણ ન કરતા આ કામ! કંપની કરી શકે છે એકાઉન્ટ બૅન

યુટ્યુબ પર વીડિયો જોનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. હવે જે લોકો એડ બ્લોકરનો ઉપયોગ કરે છે તેમના પ્રત્યે કંપન

યુટ્યુબ પર ભૂલથી પણ ન કરતા આ કામ! કંપની કરી શકે છે એકાઉન્ટ બૅન

યુટ્યુબ પર વીડિયો જોનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. હવે જે લોકો એડ બ્લોકરનો ઉપયોગ કરે છે તેમના પ્રત્યે કંપની કડક બની છે. થર્ડ પાર્ટી એડ બ્લોકરનો ઉપયોગ કરતા લોકોએ આજે ​​સાવધાન રહેવું જોઈએ કારણ કે, યુટ્યુબ માત્ર એવા યુઝર્સ પર જ સીધી નજર રાખે છે. કંપનીએ આવા યુઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમના પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દીધું છે.

એડ બ્લોકર એ એક સોફ્ટવેર છે, જે યુટ્યુબ વીડિયોમાંથી જાહેરાતોને દૂર કરે છે, એટલે કે, તમારે આ માટે અલગથી કંઈપણ ચૂકવવું પડતું નથી. આ એપનો ઉપયોગ કરનારા યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. યુટ્યુબનું કહેવું છે કે, જે યુઝર્સ કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે YouTubeએ પણ કહે છે કે, જો તમે વીડિયોની વચ્ચે જાહેરાતો જોવા નથી માગતા તો તમારે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવું જોઈએ. તમે તેને ઓનલાઈન પણ ખરીદી શકો છો.

એડ બ્લોક કરવાને લઈને YouTube કડક

યુટ્યુબ મુજબ, થર્ડ પાર્ટી એડ બ્લોકિંગ એપ્સનો ઉપયોગ કરનારા યુઝર્સને વીડિયો ચલાવતી વખતે સમસ્યા અથવા બફરિંગનો સામનો કરવો પડી શકે છે. કેટલાક વીડિયોમાં 'આ કન્ટેન્ટ આ એપ પર ઉપલબ્ધ નથી' લખેલો મેસેજ પણ આવી શકે છે. હવે થર્ડ પાર્ટી એપ્લિકેશન્સને એડ બ્લોક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, કારણ કે તેના કારણે ક્રિએટર્સને તેના વ્યૂઝના બદલામાં રૂપિયા મળી શકતા નથી.

YouTube તેના યુઝર્સને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ઓફર કરે છે, જેમાં લોકોને એડ-ફ્રી વીડિયોઝ, બેકગ્રાઉન્ડ પ્લેબેક વગેરે જેવી ઘણી સુવિધાઓ મળે છે. જોકે, ભારતમાં YouTube પ્રીમિયમનો ચાર્જ દર મહિને 129 રૂપિયા છે. જો તમે 3 મહિનાનો પ્લાન લો છો તો તે 399 રૂપિયા છે. તેવી જ રીતે વાર્ષિક પ્લાન 1290 રૂપિયા છે.

આ સમાચાર શેર કરો