મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Netflix પર હવે મફતમાં જોઇ શકશો ફિલ્મ અને વેબ સિરીઝ! 

Netflix દ્વારા મફત, એડ સપોર્ટેડ વર્ઝન લાવી શકાય છે. આ કંપની આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની પકડ સ્થ

Netflix પર હવે મફતમાં જોઇ શકશો ફિલ્મ અને વેબ સિરીઝ! 

Netflix દ્વારા મફત, એડ સપોર્ટેડ વર્ઝન લાવી શકાય છે. આ કંપની આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની પકડ સ્થાપિત કરવા માટે કરી રહી છે. Netflixની સ્ટ્રેટેજી વિશે વાત કરતી વખતે, કંપનીના ચીફ કન્ટેન્ટ ઓફિસરે થોડા સમય પહેલા સંકેતો આપ્યા હતા અને કહ્યું હતું કે આવી ઑફર પણ જલ્દી લાવી શકે છે.

તમે તેને મફતમાં કેમ મેળવશો?

Netflix સબસ્ક્રિપ્શનને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે કંપની એક સબસ્ક્રિપ્શન પ્લાન લાવી શકે છે જે યૂઝર્સને મૂવી કે કન્ટેન્ટ ફ્રીમાં જોઈ શકશે. પરંતુ જ્યારે તમે આ સબસ્ક્રિપ્શન સાથે મૂવી જોશો, ત્યારે તમને વચ્ચે જાહેરાતો દેખાશે. તેનો અર્થ એ કે કંપની જાહેરાતોથી આવક જનરેટ કરશે, જે અત્યાર સુધી કંપની સબસ્ક્રિપ્શન્સ વેચીને કરતી હતી.

Netflix પાસે હાલમાં 270 મિલિયન ગ્રાહકો છે. પરંતુ હવે ગ્રાહકોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે. કારણ કે તેની કિંમત સતત વધી રહી છે. હવે તેને જાળવી રાખવા માટે નેટફ્લિક્સ દ્વારા આ પગલાં લેવામાં આવી રહ્યા છે. એવા ઘણા યૂઝર્સ છે જે સબસ્ક્રિપ્શન ખરીદવામાં સંકોચ અનુભવે છે અને કંપની આવા યૂઝર્સ માટે એક પ્લાન લાવવા માગે છે જેનાથી કંપનીને પણ ફાયદો થઈ શકે.

Netflix દ્વારા મફત સબ્સ્ક્રિપ્શન પ્લાન પહેલેથી જ આપવામાં આવ્યો હતો. આ પ્લાન પહેલા કેન્યામાં આપવામાં આવ્યો હતો જેને યૂઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. હવે તેને ભારતમાં પણ લાવવાની વિચારણા ચાલી રહી છે. તે ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે અને કંપની દ્વારા આ અંગેના સંકેતો પણ આપવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો