Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : With the help of AI, thoughts in the brain can be given voice! The life of a person who lost the ability to speak has changed

VIDEO: Tech/ AIની મદદ મગજના વિચારોને આપી શકાય છે અવાજ! બોલવાની ક્ષમતા ગુમાવનાર વ્યક્તિનું બદલાયું જીવન

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

એમિયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ (ALS)થી પીડાતા એક દર્દી કેનેથ શોકે જણાવ્યું કે ન્યુરાલિંક વોઈસ ઈમ્પ્લાન્ટ કરાવ્યા બાદ તેમની જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કેનેથ જાન્યુઆરી 2026માં આ ઈમ્પ્લાન્ટ કરાવનાર વિશ્વના બીજા વ્યક્તિ હતા. તેમણે 'X' (ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેની વિગતો શેર કરી છે.

App Store

મગજના વિચારોને મળશે અવાજ

કેનેથ જે બોલવા માંગે છે તેના વિશે માત્ર વિચારે છે અને આ ડિવાઈસ તેમની પોતાની જ અવાજમાં તે વાક્યો બોલી દે છે. ALS બીમારીને કારણે કેનેથની બોલવાની ક્ષમતા ધીમે-ધીમે ખતમ થઈ રહી હતી, પરંતુ હવે ન્યુરાલિંક ચિપના કારણે તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે.

કેનેથને આ વર્ષની શરૂઆતમાં ન્યુરાલિંકનું N1 ઈમ્પ્લાન્ટ લગાવવામાં આવ્યું હતું. તેમણે શેર કરેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ન્યુરાલિંકનું સોફ્ટવેર મગજના સિગ્નલોમાંથી 'ફોનીમ' (અવાજનો સૌથી નાનો એકમ)ને ડિકોડ કરે છે, પછી તેને શબ્દોમાં પરોવે છે અને દર્દીના પોતાના જ અવાજમાં તેને ફરીથી રજૂ કરે છે.

એલોન મસ્કનું અપડેટ

ટેસ્લાના CEO એલોન મસ્કે પણ આ બાબતે અપડેટ શેર કરી છે. તેમણે હાલમાં જ જણાવ્યું હતું કે બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ (BCI) હવે મગજની એક્ટિવિટીને શબ્દોમાં બદલવાની ક્ષમતા ધરાવે છે. ન્યુરાલિંક એક એવી ટેકનોલોજી છે જે મગજની 'વિચારસરણી'ને 'અવાજ'માં બદલી શકે છે. જેના કારણે જે લોકો બીમારી કે ઈજાને લીધે અવાજ ગુમાવી ચૂક્યા છે, તેઓ હવે માત્ર વિચારીને પોતાની વાત બીજાને સંભળાવી શકશે.

કેવી રીતે કામ કરે છે આ ડિવાઈસ?

ન્યુરાલિંકે એક 'વોઈસ ક્લિનિકલ ટ્રાયલ' શરૂ કર્યું છે. કંપનીના BCI એપ્લિકેશન હેડ, નિર ઈવેન ચેને જણાવ્યું કે આ ડિવાઈસ મગજના એ ભાગમાંથી ન્યુરલ એક્ટિવિટી રેકોર્ડ કરે છે જે બોલવાની પ્રક્રિયા સાથે જોડાયેલ હોય છે.

કંપનીએ લખ્યું કે:

"ALSએ ધીમે-ધીમે કેનેથની બોલવાની ક્ષમતા છીનવી લીધી હતી. ન્યુરાલિંકના ટ્રાયલ દ્વારા એ જોવામાં આવી રહ્યું છે કે આ ટેકનોલોજી દર્દીને રોજિંદા જીવનમાં તેની આઝાદી પાછી અપાવવામાં કેટલી મદદ કરી શકે છે."

જાણકારી માટે જણાવી દઈએ કે ALS એક એવી ગંભીર બીમારી છે જે દર્દીની ચાલવાની અને બોલવાની ક્ષમતા છીનવી લે છે.