મોબાઈલનું સિમકાર્ડ એક ખૂણેથી કપાયેલું કેમ હોય છે? અહીં જાણો તેનું કારણ
દરેક વસ્તુ જે દેખાવમાં સામાન્ય લાગતી હોય છે તેમાં કંઈક ખાસ છુપાયેલું હોઈ શકે છે. જો આપણે ટેક્નોલોજી સાથે સંબંધિત ક

દરેક વસ્તુ જે દેખાવમાં સામાન્ય લાગતી હોય છે તેમાં કંઈક ખાસ છુપાયેલું હોઈ શકે છે. જો આપણે ટેક્નોલોજી સાથે સંબંધિત કોઈપણ વસ્તુ વિશે વાત કરીએ તો દરેક વસ્તુની રચના પાચલ ચોક્કસ કારણ હોય છે. આપણે રોજિંદા જીવનમાં આ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે તેના વિશે વધુ જાણતા નથી. તેમાંથી એક મોબાઈલમાં વપરાતું સિમકાર્ડ છે.
તેના વગર મોબાઈલ ફોન કોઈ કામનો નથી. મોબાઈલમાં સિમ નાખ્યા પછી જ મોટાભાગનું કામ થઈ શકે છે. જો કે, આ પ્રશ્ન ભાગ્યે જ તમારા મગજમાં આવ્યો હશે કે સિમકાર્ડ એક ખૂણામાંથી કપાયેલું કેમ હોય છે. ચાલો આજે જાણીએ આ સવાલનો જવાબ.
સિમકાર્ડ એક ખૂણામાંથી કેમ કાપવામાં આવે છે?
તમને જણાવી દઈએ કે શરૂઆતમાં જ્યારે સિમકાર્ડ બનાવવામાં આવતા હતા ત્યારે તે આજના સિમકાર્ડની જેમ કાપવામાં આવતા ન હતા. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે પછી એવું શું થયું કે હવે દરેક સિમકાર્ડને એક ખૂણેથી કાપવામાં આવે છે. પહેલા લોકોને સિમ ઇન્સ્ટોલ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓને સમજવામાં તકલીફ પડતી હતી કે સિમની સીધી અને ઉંધી બાજુ કઈ છે. આને ધ્યાનમાં રાખીને ટેલિકોમ કંપનીઓએ સિમકાર્ડનો એક ખૂણો કાપવાનું શરૂ કર્યું. જેથી લોકોને સિમ ઈન્સ્ટોલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને સિમ સરળતાથી ઈન્સ્ટોલ કરી શકાય.
સિમકાર્ડમાં ફેરફાર
છેલ્લા કેટલાક દાયકાઓમાં, સિમકાર્ડમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તમે નોંધ્યું હશે કે પહેલા સિમકાર્ડ મોટા આવતા હતા, પરંતુ પછીથી તે ઘણા બદલાઈ ગયા અને હવે તે ઘણા નાના થઈ ગયા છે. જેનું કારણ ફોનમાં થતા ફેરફારો છે, જેમાં સિમ ઇન્સ્ટોલ કરવાની જગ્યા ઓછી હોય છે.






