પેટ્રોલ કરતા CNG Car કેમ હોય છે મોંઘી? ખરીદતા પહેલા એકવાર જરૂર વાંચી લેજો આ જાણકારી
ગુજરાતના રસ્તાઓ પર તમને સરળતાથી CNG વાહનો જોવા મળશે. તમે જાણતા જ હશો કે CNG કાર પેટ્રોલ અને ડીઝલ કાર કરતા

ગુજરાતના રસ્તાઓ પર તમને સરળતાથી CNG વાહનો જોવા મળશે. તમે જાણતા જ હશો કે CNG કાર પેટ્રોલ અને ડીઝલ કાર કરતા ઓછું પ્રદૂષણ ફેલાવે છે. CNG કારની માઈલેજ પેટ્રોલ કાર કરતા વધુ હોય છે. ઉપરાંત પેટ્રોલ કાર કરતાં CNG કાર ચલાવવી વધુ સસ્તી છે. પરંતુ CNG કારની કિંમત પેટ્રોલ કાર કરતા ઘણી વધારે હોય છે.
CNG કારના ભાવ કેમ વધારે છે?
જો તમારી પાસે કાર છે અથવા તમે ક્યારેય CNG કાર ચલાવી છે, તો તમે જાણશો કે CNG કાર લગભગ પેટ્રોલ કાર જેવી જ દેખાય છે. તેમજ CNG કારના ફીચર્સ પણ લગભગ સમાન છે. પરંતુ આ પછી પણ સીએનજી કારની કિંમત પેટ્રોલ કાર કરતા 1 થી 1.5 લાખ રૂપિયા વધુ હોય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે પેટ્રોલ કાર કરતા CNG કારની કિંમત કેમ વધારે હોય છે. તો જાણો આ વિશે.
કારની કિંમત વધુ છે
CNG કારને તૈયાર કરવાનો ખર્ચ પેટ્રોલ કાર કરતા પણ વધારે થાય છે. CNG કારમાં પ્રેશર સ્ટોરેજ ટાંકી, પ્રેશર રેગ્યુલેટર, ફિલિંગ નોઝલ અને પાઇપ જેવા ઘણા સાધનો લગાવવામાં આવ્યા છે. કારમાં આપવામાં આવેલી સીએનજી પાઇપમાં કાટ લાગતો નથી. તેને તૈયાર કરવાનો ખર્ચ થોડો વધારે થાય છે. આ સિવાય સીએનજી કારના એન્જિનમાં પણ કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેની સીધી અસર વાહનના ઉત્પાદન ખર્ચ પર પડે છે.






