મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

આધાર કાર્ડમાં કઈ વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકાય છે? માત્ર 14 સપ્ટેમ્બર સુધી જ છે સમય

આધાર કાર્ડ એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે. જ્યાં ઓળખના પુરાવો દેખાડવાની જરૂર હ

આધાર કાર્ડમાં કઈ વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકાય છે? માત્ર 14 સપ્ટેમ્બર સુધી જ છે સમય

આધાર કાર્ડ એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે. જ્યાં ઓળખના પુરાવો દેખાડવાની જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ થાય છે. શાળામાં પ્રવેશથી લઈને નોકરી જોઈન કરવા અને બેંકિંગને લગતા દરેક કામ માટે આધાર કાર્ડ જરૂરી છે. જો આપણા આધાર કાર્ડમાં કોઈ માહિતી ખોટી હોય તો તે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવા માંગતા હોવ તો તમારા માટે ઉપયોગી સમાચાર છે.

તમને જણાવી દઈએ કે તમે 14 સપ્ટેમ્બર સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકો છો. આ તારીખ પછી તમારે આધાર અપડેટ કરવા માટે વધારાની ફી ચૂકવવી પડશે. જો તમે 10 વર્ષથી તમારું આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તો તમારે તેને તાત્કાલિક અપડેટ કરવું જોઈએ.

UIDAI ઘણા વિકલ્પો આપે છે

UIDAI આધાર કાર્ડમાં કોઈપણ ભૂલના કિસ્સામાં સુધારો કરવાની સુવિધા પૂરી પાડે છે. ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તક પણ આપે છે. પરંતુ, શું તમે જાણો છો કે આધારમાં કઈ વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકાય છે અને કઈ વસ્તુઓ અપડેટ કરવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે. જો તમે નથી જાણતા તો ચાલો તમને તેના વિશે જણાવીએ.

ફ્રીમાં કઈ વસ્તુ અપડેટ કરી શકો છો?

આધાર કાર્ડ એ એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. જો તમે કોઈપણ સરકારી યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે આધાર કાર્ડમાં કઈ વસ્તુ ફ્રીમાં અપડેટ કરી શકાય છે. તો અમે તમને જણાવી દઈએ કે એવું કોઈ કરેક્શન નથી કે જેને ફ્રીમાં અપડેટ કરી શકાય. જો કે, જો તમે 14 સપ્ટેમ્બર પહેલા તમારું આધાર કાર્ડ અપડેટ કરો છો, તો તે ફ્રીમાં અપડેટ થઈ શકે છે. આ તારીખ પછી, તમે આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરો છો અથવા કાર્ડ અપડેટ કરવા માટે આધાર સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

આ સમાચાર શેર કરો