WhatsAppમાં આવશે અદ્ભુત ફીચર, મોબાઈલનો ઉપયોગ કર્યા વગર પણ મેનેજ કરી શકશો કોન્ટેક્ટ્સ
WhatsApp એક લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. ફેમીલી ગ્રુપ હોય કે ઓફિસનું કામ હોય, તે દરે

WhatsApp એક લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. ફેમીલી ગ્રુપ હોય કે ઓફિસનું કામ હોય, તે દરેક જગ્યાએ સંપર્કનું માધ્યમ બની ગયું છે. યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે, WhatsApp તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે. હવે ટૂંક સમયમાં જ યુઝર્સને વોટ્સએપ પર કોન્ટેક્ટ મેનેજરનું ફીચર મળવા જઈ રહ્યું છે. તેની મદદથી, યુઝર્સ તેમના કોન્ટેક્ટ્સને સરળતાથી મેનેજ કરી શકશે. આ ફીચર યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ સારો બનાવશે.
લિંક્ડ ડિવાઇસની મદદથી કોન્ટેક્ટ્સ સેવ કરી શકશો
કોન્ટેક્ટ મેનેજર ફીચર હેઠળ, તમે કોઈપણ ડિવાઇસમાંથી તમારા કોન્ટેક્ટ્સને મેનેજ કરી શકો છો. આ માટે તમારે મોબાઈલની પણ જરૂર નહીં પડે. કંપની શરૂઆતમાં આ ફીચર વોટ્સએપ વેબ અને વિન્ડોઝ પ્લેટફોર્મ માટે લાવશે. મેટા અનુસાર, હવે તમે ડેસ્કટોપ અથવા અન્ય લિંક્ડ ડિવાઇસની મદદથી કોન્ટેક્ટ્સને સેવ કરી શકશો.
WABetaInfo, એક વેબસાઈટ જે વોટ્સએપ ફીચર્સને ટ્રેક કરે છે, તેણે આ આવનારા ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.
પહેલા આ મુશ્કેલી થતી હતી
અગાઉ ઘણા યુઝર્સને કોન્ટેક્ટ્સને મેનેજ કરવામાં સમસ્યા આવતી હતી, કારણ કે વોટ્સએપ ફોન બુકના કોન્ટેક્ટ્સને એક્સેસ કરતું હતું. ફોન બુકમાંથી કોન્ટેક્ટ ડિલીટ કર્યા બાદ તે નામ વોટ્સએપ પરથી પણ ડિલીટ થઈ જતું હતું. હવે વોટ્સએપમાં સેવ કરેલા કોન્ટેક્ટ અન્ય ડિવાઇસ પર ઓટોમેટીક મળી જશે.






