WhatsApp લઈ આવ્યું છે શાનદાર ફીચર, હવે યુઝર્સ સ્ટેટસ પણ લાઈક કરી શકશે
WhatsApp એક લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. આના દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહેવું ખૂબ જ સરળ બની

WhatsApp એક લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. આના દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહેવું ખૂબ જ સરળ બની ગયું છે. લોકો મિત્રો સાથે ચેટ કરવાથી માંડીને ઓફિસનું કામ પણ WhatsApp દ્વારા કરે છે. મેટા-માલિકીની કંપની WhatsApp આ પ્લેટફોર્મમાં અવાર-નવાર નવા ફીચર્સ ઉમેરે છે. હવે તેમાં વધુ એક ખાસ ફીચર આવી રહ્યું છે જે તમારા અનુભવને વધુ મજેદાર બનાવશે. હવે તમે કોઈના WhatsApp સ્ટેટસને લાઈક કરી શકો છો. અગાઉ તમે કોઈનું WhatsApp સ્ટેટસ જોઈ શકતા હતા અથવા તેમાં રિપ્લાય આપી શકતા હતા.
WhatsAppમાંપહેલાથી જ હાજર રિપ્લાય બટનની બાજુમાં હાર્ટ-આકારનું આઈકન દેખાશે. જ્યાં ક્લિક કરીને તમે WhatsApp સ્ટેટસને લાઈક કરી શકશો. સ્ટેટસ લાઈક કરતા જ હાર્ટનો રંગ લીલો થઈ જશે. આ સાથે, જ્યારે યુઝર જેનું સ્ટેટસ તમે લાઈક કર્યું છે, તે પોતાના સ્ટેટસ પર ક્લિક કરીને જોશે તો તેના સ્ટેટસ પર લીલા રંગનું એક હાર્ટ ઈમોજી ફ્લોટ થતું જોવા મળશે.
Meta AI સાથે WhatsApp પર ચેટિંગ વધુ સરળ બનશે
તમને જણાવી દઈએ કે WhatsApp પોતાના યુઝર્સ માટે Meta AI ચેટબોટને લઈને એક નવા વોઈસ મોડ ફીચર પર કામ કરી રહ્યું છે. આ સુવિધા હજુ ડેવલપમેન્ટના તબક્કામાં છે અને હજુ સુધી બીટા ટેસ્ટર્સ સુધી પહોંચી નથી. WhatsAppના ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના તાજેતરના રિપોર્ટ અનુસાર, WhatsAppના નવા ફીચરથી યુઝર્સ AI ચેટબોટ સાથે તેમના અવાજનો ઉપયોગ કરીને વાતચીત કરી શકશે.






