Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : WhatsApp will no longer work on this phone.

નવા વર્ષમાં યુઝરને ઝટકો! આ ફોનમાં હવે WhatsApp નહીં ચાલે

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2025
લાઇવ ટીવીGoogle News
નવા વર્ષમાં યુઝરને ઝટકો! આ ફોનમાં હવે WhatsApp નહીં ચાલે

નવા વર્ષની શરૂઆત સાથે લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ ઘણા જૂના સ્માર્ટફોન માટે એપ સપોર્ટ બંધ કરી રહ્યું છે. મતલબ કે જે યુઝર્સની પાસે આ જૂના સ્માર્ટફોન છે તો તેમણે હવે WhatsAppનો ઉપયોગ કરવા માટે નવો ફોન ખરીદવો પડશે. પ્લેટફોર્મ વારંવાર નવા મોડલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જૂના ઉપકરણો માટે સપોર્ટ સમાપ્ત કરે છે. અહીં જાણો આ વિશે વિગતવાર...

App Store

આ પણ વાંચો: ડિસેમ્બરમાં લૉન્ચ થયેલા આ લેટેસ્ટ મોબાઇલ, જાણો ફોનના શાનદાર ફીચર્સ વિશે 

મેસેજિંગ એપના વિશ્વભરમાં લગભગ બે અબજ યુઝર્સ છે અને ભારતમાં તેનો મોટો યુઝરબેઝ છે. 1 જાન્યુઆરી 2025થી શરૂ કરીને 20થી વધુ Android ફોન્સ માટે WhatsApp સપોર્ટ સમાપ્ત થઈ રહ્યું છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ ઉપકરણો જૂના જૂના Android વર્ઝન પર કામ કરે છે. ઉદાહરણ તરીકે, Android 4.4 Kitkat અથવા જૂના સોફ્ટવેર વર્ઝન પર ચાલતા ફોનમાં WhatsApp પર ચેટિંગ હવે શક્ય બનશે નહીં.

આ માટે જ મોટો નિર્ણય લેવામાં 

ન્યૂઝ પબ્લિકેશન HDblog એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે WhatsAppની પેરેન્ટ કંપની Meta એ ઘણા જૂના ઉપકરણો માટે એપ સપોર્ટ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે જેથી અન્ય વપરાશકર્તાઓને વધુ સારી સુરક્ષા અને કાર્યક્ષમતાનો લાભ મળી શકે. તમને જણાવી દઈએ કે જે ફોન માટે સપોર્ટ બંધ થઈ ગયો છે તેને લોન્ચ થયાને એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આવી સ્થિતિમાં ઉપકરણોને લાંબા સમયથી અપડેટ્સ નથી મળી રહ્યું.

અસરગ્રસ્ત ફોનની યાદી અહીં જુઓ

Samsung

- Galaxy S3

- Galaxy Note 2

- Galaxy Ace 3

- Galaxy S4 Mini

 

Motorola

- Moto G (1st Gen)

- Motorola Razr HD

- Moto E 2014

 

HTC

- One X

- One X+

- Desire 500

- Desire 601

LG

- Optimus G

- Nexus 4

- G2 Mini

- L90

Sony

- Xperia Z

- Xperia SP

-Xperia T

- Xperia V

તમને જણાવી દઈએ કે, અસરગ્રસ્ત યુઝર્સ માટે ઉપકરણને અપગ્રેડ કરવાનો એકમાત્ર વિકલ્પ છે અને તેમને નવો ફોન ખરીદવો પડશે.