હવે WhatsApp પર ચેટિંગ થશે સરળ, કંપની લાવી રહી છે આ નવું ફીચર
WhatsApp તેના એન્ડ્રોઈડ યુઝર્સની સુવિધા માટે એક ખાસ ફીચર આપવાની તૈયારી કરી રહ્યું છે. નવા ફીચર હેઠળ યુઝર્સ તેમની મનપ

WhatsApp તેના એન્ડ્રોઈડ યુઝર્સની સુવિધા માટે એક ખાસ ફીચર આપવાની તૈયારી કરી રહ્યું છે. નવા ફીચર હેઠળ યુઝર્સ તેમની મનપસંદ ચેટ્સને અલગ સેક્શનમાં રાખી શકશે. આ ફીચરની રજૂઆત બાદ યુઝર્સને ચેટમાં એક અલગ 'ફેવરિટ' ચેટ ફિલ્ટર મળશે. આ સુવિધા હાલમાં ડેવલોપમેન્ટ સ્ટેજમાં છે. રિપોર્ટ અનુસાર, તે એવા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે જેમણે ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ યુઝર્સ નવા ફીચરને જોઈ શકશે અને તેનું ટેસ્ટીંગ કરી શકે છે.
WABetaInfo એ એન્ડ્રોઇડ વર્ઝન 2.24.12.7 પર આ નવું ફીચર જોયું છે. આ તે લોકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે કે જેમને ઘણા લોકોના મેસેજ આવતા હોય છે અને તેમના નિયમિતકોન્ટેક્ટ શોધવામાં તકલીફ પડે છે. ચેટ પિનિંગ ફીચરમાં યુઝર્સ માત્ર 3 મેસેજ પિન કરી શકે છે.
WABetaInfo એ સ્ક્રીનશોટમાં નવું ફીચર પણ બતાવ્યું છે, જેમાં જોઈ શકાય છે કે યુઝર્સને ચેટ પેજ પર ચાર ઓપ્શન મળશે. પ્રથમ All છે, પછી Unread, Favourites અને છેલ્લે Groups. આ સુવિધા દ્વારા યુઝર્સ તેમની અનુકૂળતા મુજબ ચેટ કરી શકે છે.
WABetaInfo એ પણ દાવો કરે છે કે યુઝર્સ તેમની પસંદગી મુજબ ચેટ્સને કાઢી શકે છે અને ફરીથી એડ પણ કરી શકે છે. આ ફીચર હાલમાં બીટામાં છે, તેથી બધા બીટા ટેસ્ટર્સ હજુ સુધી તેને જોઈ શકશે નહીં, પરંતુ તે આગામી થોડા દિવસોમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
સ્ટેટસમાં પોસ્ટ કરી શકશો લોંગ વોઇસ મેસેજ
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ WhatsApp સ્ટેટસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં પહેલા યુઝર્સ 30 સેકન્ડનો વોઈસ મેસેજ પોસ્ટ કરી શકતા હતા, હવે તેમને 1 મિનિટનો વોઈસ મેસેજ પોસ્ટ કરવાની સુવિધા આપવામાં આવી છે.








