WhatsApp India: 'ભારત સરકાર મજબૂર કરશે તો દેશ છોડી દઈશું', જાણો એન્ક્રિપ્શન શું છે
મેટાની મેસેજિંગ એપ WhatsApp અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે શુક્રવારે વોટ્સએપે દ

મેટાની મેસેજિંગ એપ WhatsApp અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે શુક્રવારે વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે જો તેને કોઈપણ રીતે એન્ક્રિપ્શન દૂર કરવાની ફરજ પાડવામાં આવશે, તો તે ભારતમાં તેની એપ્લિકેશન બંધ કરી દેશે.
મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ વતી વકીલે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે સમગ્ર વિશ્વમાં લોકો વોટ્સએપનો ઉપયોગ તેની પ્રાઈવસીના કારણે કરે છે કારણ કે તેઓ જાણે છે કે વોટ્સએપ પર મોકલવામાં આવતા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. જો વોટ્સએપમાંથી એન્ક્રિપ્શન હટાવવામાં આવશે તો તે દેશના લોકોની પ્રાઈવસી ખતમ થઈ જશે.જો ભારત સરકાર અમને એન્ક્રિપ્શન તોડવા દબાણ કરશે તો મજબૂરીથી દેશ છોડવો પડશે.
એન્ક્રિપ્શન શું છે?
WhatsApp તેના મેસેજિંગ પ્લેટફોર્મ માટે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. એન્ક્રિપ્શનનો અર્થ એ છે કે, તમારા દ્વારા મોકલવામાં આવેલા મેસેજ વિશેની માહિતી ફક્ત તમને અને તમે જેને મોકલ્યો છે તે વ્યક્તિ જ જાણે છે. કંપની પાસે પણ તમારા મેસેજની માહિતી નથી હોતી કે તમે શું મોકલ્યું છે. એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિ તમારો મેસેજ વાંચી શકતી નથી.






