તમારા ફેવરિટ ચેટબોટને પૂછો કોઈપણ સવાલ, WhatsApp પર આવી રહ્યું છે AI સ્ટુડિયો ફીચર
વોટ્સએપ પર એક પછી એક નવા ફીચર્સ આવતા રહે છે. કંપનીએ થોડા દિ

વોટ્સએપ પર એક પછી એક નવા ફીચર્સ આવતા રહે છે. કંપનીએ થોડા દિવસો પહેલા સર્ચ બારમાં Meta AI ઓફર કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ કંપની આ ફીચરને સતત અપગ્રેડ કરવાનું વિચારી રહી છે. WABetaInfoના અહેવાલ મુજબ, WhatsApp હવે તેના યુઝર્સ માટે વધારાના ચેટબોટ્સ સાથે AI સ્ટુડિયો ફીચર રોલ આઉટ કરવા જઈ રહ્યું છે.
વોટ્સએપ પર દરેક ફીચરની માહિતી આપતી WABetainfoએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ફીચરમાં દરેક પ્રકારના સવાલ માટે પર્સનલ ચેટબોટ ઉપલબ્ધ હશે. કંપની આ અપડેટમાં રિડિઝાઇન સેક્શન આપી રહી છે, જેમાં યુઝર્સે મેટા અને થર્ડ પાર્ટી ક્રિએટર્સના અનેક હેલ્પફૂલ અને ફન AI એક્સપ્લોર કરી શકે છે.
તમારા ફેવરિટ ચેટબોટને પૂછો કોઈપણ સવાલ
WABetainfo અનુસાર, આ ફીચર બીટા એન્ડ્રોઇડ વર્ઝન 2.24.15.10માં જોવામાં આવ્યું છે. વોટ્સએપના આ ફીચરને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વોટ્સએપ બહારના ક્રિએટર્સને પોતાના AI ચેટબોટ્સ બનાવવાની મંજૂરી આપી શકે છે. આ નવા ફીચર સાથે યુઝરનો અનુભવ શાનદાર રહેવાનો છે કારણ કે, આમાં યુઝર્સ તેમના ફેવરિટ ચેટબોટને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે.
મળતી માહિતી મુજબ, WhatsAppનું આ AI ફીચર ટૂંક સમયમાં જ રોલઆઉટ થઈ શકે છે. બીટા ટેસ્ટિંગ થયા પછી જ કંપની આ ફીચરના સ્ટેબલ વર્ઝનને વૈશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ કરશે.






