મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

મોબાઇલ ડેટા વાપરવો થશે મોંઘો! જાણો 1 GB ડેટા માટે તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

ભારતમાં આવનાર સમયમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે. સરકાર મોબાઇલ ડેટાના ઉપયોગ પર નવો ટેક્સ લગાવવાની ફિરા

ભારતમાં આવનાર સમયમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે. સરકાર મોબાઇલ ડેટાના ઉપયોગ પર નવો ટેક્સ લગાવવાની ફિરાકમાં છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ટેલિકોમ સેક્ટરની એક રિવ્યૂ બેઠકમાં આ મુદ્દો સામે આવ્યો છે. આ બેઠક પછી ટેલિકોમ્યુનિકેશન વિભાગને કહેવામાં આવ્યું છે કે, એ દિશામાં તપાસ કરો કે મોબાઇલ ડેટાના ઉપયોગ પર ટેક્સ લગાવી શકાય કે નહીં. જો લગાવી શકાય તો તેનું મોડલ શું હોઈ શકે?

એક GB ડેટા પર 1 રૂપિયો ટેક્સ લાગી શકે

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશનના સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર જે વિકલ્પને જોઈ રહી છે તેમાં એક GB ડેટા પર 1 રૂપિયો ટેક્સ લાદવામાં આવી શકે છે. જો આવું થશે તો દરેક વખતે કોઈ યુઝર્સ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરશે તો તેના પર વધારાનો ચાર્જ લાગી શકે છે. આ નિર્ણયથી સરકારની તિજોરીમાં તગડી આવક થવાની સંભાવના છે, દાવા પ્રમાણે 1 રૂપિયા પ્રતિ GBની ટેક્સ પદ્ધતિ લાગુ થાય તો સરકારને દર વર્ષે 22,900 રૂપિયાથી વધુનું કમાણી થઈ શકે છે. જો કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે તેના પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. હાલ આ સમગ્ર મોડલ વિચારધીન છે. 

ભારતમાં ઇન્ટરનેટ અન્ય દેશોની તુલનામાં સસ્તું

મહત્ત્વનું છે કે ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે કે જ્યાં મોબાઇલ ડેટા ઘણો સસ્તો આપવામાં આવે છે. સસ્તા ઇન્ટરનેટને કારણે ભારતમાં ડેટાનો વપરાશ અતિશય થઈ રહ્યો છે. વીડિયો સ્ટ્રીમિંગ, સોશ્યલ મીડિયા, ઓનલાઇન ગેમિંગ અને રિલ્સ જોવાને કારણે મોબાઇલ ડેટાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. 

ફાયદા અને નુકસાનને સમજી રિપોર્ટ તૈયાર કરાશે: સૂત્ર

એક મહત્ત્વની વાત છે કે હાલમાં મોબાઇલ રિચાર્જ અને પોસ્ટ પેડ બિલ પર 18 ટકા GST લગાવવામાં આવે છે, એટલે કે યુઝર્સ પહેલાથી ટેલિકોમ સર્વિસ પર ટેક્સ આપી રહ્યા છે. જો ભવિષ્યમાં ડેટા પર અલગથી ટેક્સ લગાવવામાં આવશે તો હાલમાં લેવામાં આવતા ચાર્જ સિવાય નવો ચાર્જ હશે. પરંતુ હાલમાં સરકારે DoTને કહ્યું છે કે આ પ્રસ્તાવ પર સંપૂર્ણ રીતે સ્ટડી કરવામાં આવે, તેના ફાયદા અને નુકસાનને સમજવામાં આવે, રિપોર્ટ બાદ જ સરકાર નક્કી કરશે કે ભારતમાં મોબાઇલ ડેટાના ઉપયોગ પર નવો ટેક્સ લાગશે કે નહીં?

આ સમાચાર શેર કરો