હીરોની આ મોટરસાઇકલને મળ્યા સૌથી વધુ ગ્રાહકો, વેચાણમાં ગર્વથી બની નંબર-1
Hero MotoCorpના ટુ-વ્હીલર્સ ભારતીય ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો આપણે ગયા મહિને એટલે કે

Hero MotoCorpના ટુ-વ્હીલર્સ ભારતીય ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો આપણે ગયા મહિને એટલે કે ઓક્ટોબર 2024ના વેચાણની વાત કરીએ તો ફરી એકવાર Hero Splendor કંપનીનું સૌથી વધુ વેચાણ થતું ટુ-વ્હીલર બન્યું. તમને જણાવી દઈએ કે હીરો સ્પ્લેન્ડરે આ સમયગાળા દરમિયાન 25.91 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 3,91,612 મોટરસાઇકલનું વેચાણ કર્યું હતું. જ્યારે બરાબર 1 વર્ષ પહેલા એટલે કે ઓક્ટોબર, 2023માં હીરો સ્પ્લેન્ડરને કુલ 3,11,031 ગ્રાહકો મળ્યા હતા. આ વેચાણના આધારે કંપનીના મોટરસાઇકલ વેચાણમાં હીરો સ્પ્લેન્ડરનો બજાર હિસ્સો વધીને 59.86 ટકા થયો છે. અહીં જાણો ગયા મહિને સૌથી વધુ વેચાતા 10 હીરો ટુ-વ્હીલરના વેચાણ વિશે વિગતવાર..
આ પણ વાંચો: 10 લાખથી ઓછી કિંમતમાં આવી જશે આ 5 કાર, રેટિંગમાં પરિવાર માટે પણ સૌથી સુરક્ષિત
પાંચમા સ્થાને રહીં હીરો ગ્લેમર
વેચાણની આ યાદીમાં Hero HF Deluxe બીજા સ્થાને હતું. હીરો એચએફ ડિલક્સે આ સમયગાળા દરમિયાન 5.63 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 1,24,343 મોટરસાઇકલનું વેચાણ કર્યું હતું. જ્યારે Hero Extreme 125R વેચાણની આ યાદીમાં ત્રીજા સ્થાને હતું. Hero Extreme 125R ને આ સમયગાળા દરમિયાન કુલ 39,735 ગ્રાહકો મળ્યા છે. જ્યારે હીરો પેશન વેચાણની આ યાદીમાં ચોથા નંબરે હતું. હીરો પેશને આ સમયગાળા દરમિયાન કુલ 27,919 મોટરસાઇકલનું વેચાણ કર્યું હતું. આ સિવાય હીરો ગ્લેમર વેચાણની આ યાદીમાં પાંચમા નંબરે છે. હીરો ગ્લેમરને આ સમયગાળા દરમિયાન કુલ 24,356 નવા ગ્રાહકો મળ્યા છે.
હીરો પ્લેઝરનું વેચાણ લગભગ 20% વધ્યું
બીજી તરફ Hero Destiny 125 આ વેચાણ યાદીમાં છઠ્ઠા સ્થાને હતું. હીરો ડેસ્ટિની 125ને આ સમયગાળા દરમિયાન કુલ 14,546 નવા ગ્રાહકો મળ્યા છે. આ સિવાય વેચાણની આ યાદીમાં હીરો પ્લેઝર સાતમા નંબરે હતું. હીરો પ્લેઝરને આ સમયગાળા દરમિયાન 12,729 નવા ગ્રાહકો મળ્યા છે. જ્યારે Hero Vida સ્કૂટરના 8,750 યુનિટનું વેચાણ કરીને આઠમા સ્થાને હતું અને Hero Zoom 5,776 યુનિટના વેચાણ સાથે દસમા સ્થાને હતું. તેમજ હીરો એક્સ્ટ્રીમ 160/200 મોટરસાઇકલના 2,326 યુનિટ વેચીને દસમા સ્થાને છે.






