આવતા મહિનેથી ડબલા થઈ જશે આ Android Mobile! જાણો કારણ
જો તમે વર્ષો જૂનો સ્માર્ટફોન વાપરતાં હોવ, તો હવે તે નવા વર્ષથી બિનઉપયોગી બની શકે છે. સૌથી વધુ વપરાતું સો

જો તમે વર્ષો જૂનો સ્માર્ટફોન વાપરતાં હોવ, તો હવે તે નવા વર્ષથી બિનઉપયોગી બની શકે છે. સૌથી વધુ વપરાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ હવે નવા વર્ષમાં દાયકા જૂના એન્ડ્રોઈડ ડિવાઇસમાં સપોર્ટ નહીં કરે. રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઈડ કિટકેટ હાર્ડવેર પર સંચાલિત સ્માર્ટફોનમાં 1 જાન્યુઆરી, 2025થી વોટ્સએપ સપોર્ટ નહીં કરે અર્થાત્ જે લોકો 10 વર્ષ કે 10 વર્ષથી જૂનો સ્માર્ટફોન હજુ પણ વાપરી રહ્યા છે તેઓ વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે.
આ પણ વાંચો: BSNLના આ ખાસ પ્લાને Jio Airtelની ઉડાવી ઊંઘ, ગ્રાહકોને દર મહિને મળશે આટલા જીબી ડેટા
વોટ્સએપે કરી હતી જાહેરાત
ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે અગાઉ જાહેરાત કરી હતી કે, એન્ડ્રોઈડ કિટકેટ હાર્ડવેર આધારિત ડિવાઇસ વોટ્સએપના નવા ફીચર્સને સપોર્ટ કરવા અસમર્થ છે. મેટા સૌથી વધુ પ્રચલિત વોટ્સએપને વધુ સક્રિય અને યુઝર-ફ્રેન્ડલી બનાવવા સતત નવા ફીચર્સ ઉમેરી રહી છે. છેલ્લા થોડા મહિનાથી તે એઆઈ ફીચર્સ લોન્ચ કરી રહી છે. આ એઆઈ ફીચર્સ જૂના ડિવાઇસમાં સપોર્ટ ન કરી રહ્યા હોવાથી વોટ્સએપે આ જાહેરાત કરી હતી.
આ એન્ડ્રોઈડ ડિવાઇસમાં નહીં ચાલે વોટ્સએપ
વિવિધ સ્માર્ટફોનમાં નવા વર્ષથી વોટ્સએપ ઓપરેટ નહીં કરી શકાય. જેથી જૂના ડિવાઇસ ધરાવતાં લોકોએ વોટ્સએપનો ઉપયોગ કરવા નવો ફોન લેવાની ફરજ પડશે.
- સેમસંગ ગેલેક્સી એસ3, સેમસંગ ગેલેક્સી નોટ-2, સેમસંગ ગેલેક્સી એસ4 મિની
- મોટોરોલા મોટો જી (ફર્સ્ટ જેન), મોટોરોલા રેઝર એચડી, મોટો ઈ 2014
- એચટીસી વન X, એચટીસી વન X+, એચટીસી ડિઝાયર 500, એચટીસી ડિઝાયર 601
- એલજી ઓપ્ટિમસ જી, એલજી નેક્સસ 4, એલજી જી2 મિની, એલજી એલ90
- સોની એક્સપિરિયા ઝેડ, સોની એક્સપિરિયા એસપી, એક્સપિરિયા ટી, એક્સપિરિયા વી
એન્ડ્રોઈડ કિટકેટ સોફ્ટવેર 2013માં લોન્ચ થયું હતું. જે 11મી એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ હતી. જોકે, તે એન્ટ્રી લેવલના સ્માર્ટફોનમાં મર્યાદિત સ્રોત સાથે જ સંચાલિત હોવાથી આ વર્ષે ઓગસ્ટમાં ગૂગલે પણ આ સોફ્ટવેર ધરાવતી ડિવાઇસમાં સેવાઓ અટકાવી હતી.






