મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

AI-જનરેટેડ કન્ટેન્ટ બનાવી ઉભરી આવી સૌથી મોટી ભારતીય ચેનલ, YouTube પર કરી 38 કરોડની કમાણી

એક ભારતીય યુટ્યુબ ચેનલે એક વર્ષમાં ફક્ત એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ પર 38 કરોડથી વધુની કમાણી કર

AI-જનરેટેડ કન્ટેન્ટ બનાવી ઉભરી આવી સૌથી મોટી ભારતીય ચેનલ, YouTube પર કરી 38 કરોડની કમાણી

એક ભારતીય યુટ્યુબ ચેનલે એક વર્ષમાં ફક્ત એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ પર 38 કરોડથી વધુની કમાણી કરી છે. એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ પોસ્ટ કરતી યુટ્યુબ ચેનલોના વૈશ્વિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય ચેનલ 'બંદર અપના દોસ્ત' વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલી ચેનલ હતી. આ અભ્યાસમાં વિડિયો એડિટિંગ પ્લેટફોર્મ કાપવિંગે એઆઈ-જનરેટેડ વિડિયોના સ્કેલ અને ઈમ્પેક્ટનું મૂલ્યાંકન કરવા માટે વિશ્વની 15,000 સૌથી લોકપ્રિય યુટ્યુબ ચેનલોનું વિશ્લેષણ કર્યું, જેમાં 'બંદર અપના દોસ્ત' સૌથી મોટી ચેનલ તરીકે ઉભરી આવી.ૉ

ભારતીય ચેનલ સૌથી આગળ

કાપવિંગના અભ્યાસ મુજબ, આ ચેનલને 2.07 બિલિયન વ્યૂઝ અને 2.76 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ મળ્યા છે. ચેનલે વાર્ષિક આશરે ₹38 કરોડ કમાય છે. ચેનલ વાંદરાના પાત્રો દર્શાવતી ટૂંકી વિડિયો ક્લિપ્સ અપલોડ કરે છે. તેની સફળતા દર્શાવે છે કે કેવી રીતે ઓછી કિંમતના, સંપૂર્ણપણે AI-જનરેટેડ વિડિયો સમગ્ર વિશ્વ સુધી પહોંચી શકે છે.

Recommendationમાં AI વિડિયો આગળ

Recommendationની વાત કરીએ તો, YouTube પણ AI-જનરેટેડ વિડિયોની ખૂબ રિકમન્ડ કરે છે. એક અભ્યાસ મુજબ, નવા વપરાશકર્તાઓને Recommendation કરાયેલા 20 ટકા વિડિયો AI સ્લોપ શ્રેણીમાં આવે છે. AI સ્લોપ એ એવા વિડિયોનો ઉલ્લેખ કરે છે જે સંપૂર્ણપણે AI-જનરેટેડ હોય છે અને તેમાં માનવ ક્રિએટિવિટી ઓછી હોય છે અથવા બિલકુલ હોતી નથી. શોર્ટ્સના કિસ્સામાં AI વિડિયોનું વર્ચસ્વ વધુ મજબૂત છે. નવા વપરાશકર્તાને બતાવવામાં આવતા પહેલા 500 શોર્ટ્સમાંથી 33 ટકા AI સ્લોપ વિડિયો છે. આ સૂચવે છે કે YouTubeનું અલ્ગોરિધમ એવી સામગ્રીની તરફેણ કરે છે જે લોકો જોતા રહે છે, ભલે તેની ગુણવત્તા નબળી હોય.

આ સમાચાર શેર કરો