બજેટ 7 લાખનું છે તો આ હેચબેક કાર શ્રેષ્ઠ વિકલ્પ, તેમાં છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ
એક સમય માટે ભારતીય ગ્રાહકો કાર ખરીદતી વખતે માત્ર માઇલેજ અને પર્ફોર્મન્સ પર ધ્યાન આપતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં

એક સમય માટે ભારતીય ગ્રાહકો કાર ખરીદતી વખતે માત્ર માઇલેજ અને પર્ફોર્મન્સ પર ધ્યાન આપતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રાહકોએ સલામતી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં સેફ્ટી સ્ટાર રેટિંગ જોઈને લોકોએ હવે કાર ખરીદવાનું શરૂ કરી દીધું છે. જો તમે 6-7 લાખ રૂપિયાના બજેટમાં હેચબેક કાર શોધી રહ્યા છો. તો અમે તમને જણાવી દઈએ કે મારુતિ બલેનો અહીં લાંબા સમયથી દબદબો ધરાવે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 6.61 લાખ રૂપિયા પણ છે. પરંતુ તેનું લેટિન NCAP રેટિંગ 0 છે. આવી સ્થિતિમાં, જો તમે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી હેચબેક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એક સારો વિકલ્પ જણાવવા જઈ રહ્યા છીએ.
અહીં Tata Altroz વિશે જણાવશું. આ કારની શરૂઆતી કિંમત 6.65 લાખ (એક્સ-શોરૂમ) છે. આ હેચબેક કાર 5-સ્ટાર ગ્લોબલ NCAP સેફ્ટી રેટિંગ સાથે આવે છે. Altroz ને અડલ્ડ સેફ્ટીમાં 5-સ્ટાર અને ચાઇક્લ સેફ્ટીમાં 3-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.
સુરક્ષા સુવિધાઓ મજબૂત છે
ટાટા અલ્ટ્રોઝમાં બે એરબેગ્સ (ડ્રાઈવર અને પેસેન્જર), ચાઈલ્ડ લોક, ઓવરસ્પીડ વોર્નિંગ, ચાઈલ્ડ સીટ માટે એન્કર પોઈન્ટ, સ્પીડ સેન્સિંગ ડોર લોક, એન્ટી થેફ્ટ એન્જિન ઈમોબિલાઈઝર, સેન્ટ્રલ લોકીંગ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ સ્ટાન્ડર્ડ તરીકે ઉપલબ્ધ છે.
એન્જિન અને માઇલેજ
અલ્ટ્રોઝ ત્રણ એન્જિન વિકલ્પો સાથે આવે છે. પહેલું 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, બીજું 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન અને ત્રીજું 1.5-લિટર ડીઝલ એન્જિન છે. ત્રણેય એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ કાર પેટ્રોલમાં 19.33 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે, જ્યારે એક કિલોગ્રામ સીએનજીમાં આ કાર 26.2 કિલોમીટર સુધી ચાલી શકે છે.






