મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

OnePlusને મોટો ઝટકો, 4500 સ્ટોર્સ બંધ કરશે વન પ્લસના ફોનનું વેચાણ, જાણો શું છે કારણ

કેટલાક સ્માર્ટફોન રિટેલર્સે તેમના આઉટલેટ્સ પર ટેબલેટ, વેરેબલ અને સ્માર્ટફોન સહિત OnePlus પ્રોડક્ટ્સનું

OnePlusને મોટો ઝટકો, 4500 સ્ટોર્સ બંધ કરશે વન પ્લસના ફોનનું વેચાણ, જાણો શું છે કારણ

કેટલાક સ્માર્ટફોન રિટેલર્સે તેમના આઉટલેટ્સ પર ટેબલેટ, વેરેબલ અને સ્માર્ટફોન સહિત OnePlus પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરવાની ધમકી આપી છે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કાર્યરત 23 રિટેલ ચેઇનમાં કુલ 4,500 સ્ટોર્સે કહ્યું છે કે તેઓ 1 મેથી OnePlus ઉપકરણોનું વેચાણ બંધ કરશે. આનું મુખ્ય કારણ નફામાં ઓછું માર્જિન તેમજ ચુકવણીમાં વિલંબ સહિતના પેન્ડિંગ મુદ્દાઓ છે. 

સાઉથ ઈન્ડિયન ઓર્ગેનાઈઝ્ડ રિટેલર્સ એસોસિએશનએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “ચેઈન સ્ટોરના રિટેલર્સ અનેક મીટિંગ્સ છતાં વનપ્લસ રિટેલર્સની 6 મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ ગઈ છે, જેનાથી રિટેલર્સ ખુશ નથી. ઉકેલ માટે આ મહિનાના અંત સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે. એસોસિએશનમાં પૂર્વિકા, સંગીતા, બિગ સી અને પૂજા સહિત 23 રિટેલર્સનો સમાવેશ થાય છે, જેમાં દક્ષિણ અને પશ્ચિમી વિસ્તારોમાં  4500થી વધુ સ્ટોર્સનો સમાવેશ થાય છે.

સાઉથ ઈન્ડિયન ઓર્ગેનાઈઝ્ડ રિટેલર્સ એસોસિએશન-ORA ના પ્રમુખ શ્રીધર TSએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં, અમે OnePlus ઉત્પાદનોના વેચાણ સંબંધિત નોંધપાત્ર સમસ્યાઓનો સામનો કર્યો છે, જે વણઉકેલાયેલી રહે છે. ભાગીદાર તરીકે, અમે OnePlus સાથે વધુ ફળદાયી સહયોગની આશા રાખીએ છીએ. દુર્ભાગ્યે, ચાલુ સમસ્યાઓને લીધે અમારી પાસે અમારા સ્ટોરમાં OnePlus ઉત્પાદનોનું વેચાણ બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. 

આ સમાચાર શેર કરો