વર્ષના છેલ્લા મહિનામાં ટાટા આપી રહી છે શાનદાર ઓફર, ડિસેમ્બરમાં વાહનો પર થશે લાખોની બચત
ડિસેમ્બર 2024 દરમિયાન પણ દેશભરમાં કાર ઉત્પાદકો દ્વારા મોટી સંખ્યામાં કાર પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામા

ડિસેમ્બર 2024 દરમિયાન પણ દેશભરમાં કાર ઉત્પાદકો દ્વારા મોટી સંખ્યામાં કાર પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહી છે. જો તમે પણ તમારા માટે ટાટા મોટર્સ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો રિપોર્ટ્સ અનુસાર, કંપની દ્વારા આ મહિને કઈ કાર અને SUV પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તે અંદે અહીં જણાવશું...
આ પણ વાંચો: નવી નહીં પણ જૂની કાર ખરીદવાનો લોકોમાં વધ્યો ક્રેઝ, નાના શહેરોમાં આ ત્રણ કાર બની હોટ ફેવરિટ
વર્ષના છેલ્લા મહિનામાં ડિસેમ્બર 2024માં ટાટા મોટર્સ તેની કાર અને SUV સેગમેન્ટના વાહનો પર લાખો રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની વધુમાં વધુ 3.70 લાખ રૂપિયા સુધીની ઑફર્સ આપી રહી છે. આ મહિને કંપની તેની કાર અને Safari, Harrier અને Tiago, Nexon, Altroz જેવી SUV પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે.
આ મોડલ્સ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ
માહિતી અનુસાર, ટાટા તેના પ્રીમિયમ મોડલ્સ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની દ્વારા ઓફર કરવામાં આવેલ ટાટા સફારી અને ટાટા હેરિયરના પ્રી-ફેસલિફ્ટ મોડલ પર 3.70 લાખ રૂપિયાની મહત્તમ બચત કરી શકાય છે. જો કે, આ બચત પસંદગીના ડીલરો પાસેથી જ ઓફર કરવામાં આવી રહી છે. તેમજ કંપની ફેસલિફ્ટ પછી 2023માં બનેલા મોડલ પર 2.70 લાખ રૂપિયા સુધીની ઑફર આપી રહી છે. જો તમે 2024 SUV ખરીદવા માંગો છો, તો તેના પર માત્ર 45 હજાર રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે.
Tata Nexon પર કેટલું ડિસ્કાઉન્ટ?
નેક્સોન પણ ટાટા દ્વારા ઉત્તમ ડિસ્કાઉન્ટ ઓફર સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. કંપનીની આ સબ ફોર મીટર એસયુવીને આ મહિને ખરીદીને 2.85 લાખ રૂપિયા સુધીની બચત કરી શકાય છે. આ ઑફર તેના પ્રી-ફેસલિફ્ટ વર્ઝન પર આપવામાં આવી રહી છે. 2023 Nexon પર આ મહિને 2.10 લાખ સુધીની ઑફર્સ ઉપલબ્ધ છે. જ્યારે 2024ના યુનિટ પર 45 હજાર રૂપિયા સુધીની બચત કરી શકાય છે. કંપની SUVના CNG વર્ઝન પર કોઈ ડિસ્કાઉન્ટ નથી આપી રહી.
ટાટા પંચ પર પણ ઓફર ઉપલબ્ધ છે
ટાટા પંચને ટાટા દ્વારા માઇક્રો એસયુવી તરીકે ઓફર કરવામાં આવે છે. જો કંપનીની આ SUVને આ મહિને ખરીદવામાં આવે તો 1.55 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે. આ ઓફર 2023 યુનિટ પર આપવામાં આવી રહી છે. 2024ના યુનિટ પર 20 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Tata Altroz પર લાખોની બચત થશે
Altroz ને Tata દ્વારા પ્રીમિયમ હેચબેક તરીકે ઓફર કરવામાં આવે છે. આ મહિનામાં આ કાર ખરીદીને વધુમાં વધુ 2.05 લાખ રૂપિયા બચાવી શકાય છે. આ ઑફર 2023માં ઉત્પાદિત તેના એકમો પર ઉપલબ્ધ છે. 2024 યુનિટ પર 60 હજાર રૂપિયા સુધીની બચત કરી શકાય છે. પ્રીમિયમ હેચબેકના રેસર વેરિઅન્ટ પર આ મહિને 80 હજારનો લાભ મેળવી શકાય છે.
Tata Tiago અને Tigor પર પણ ઑફર્સ મળશે
ટાટા ટિયાગો અને ટાટા ટિગોરને ટાટા હેચબેક અને કોમ્પેક્ટ સેડાન તરીકે લાવ્યા છે. તમે આ મહિને આ કારોને ખરીદીને 2.05 લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો. કંપની આ ઓફર 2023માં ઉત્પાદિત તેમના યુનિટ પર આપી રહી છે. બંને કારના 2024 વેરિઅન્ટ પર 25 હજારથી 45 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
શોરૂમ-સિટી અને વેરિયન્ટના આધારે તફાવત હોઈ શકે છે
જો તમે આ મહિને ટાટા મોટર્સની કોઈપણ કાર અને SUV ખરીદવા જઈ રહ્યા છો, તો તમે વધુ ડિસ્કાઉન્ટ અને ઑફર્સ માટે શોરૂમનો સંપર્ક કરી શકો છો. આ ઑફર્સ શહેર અને શોરૂમ તેમજ વેરિઅન્ટ પ્રમાણે બદલાઈ શકે છે.








