મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ઓ બાપ રે: સેમસંગના ઇયર બડ્સ કાનમાં હતા ત્યારે જ થયો બ્લાસ્ટ, વાંચો પછી શું થયું

સેમસંગ ગેલેક્સી બડ્સ FEને થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં હાલમાં જ વિસ્ફોટ થયો હતો. તૂર્કીમાં એક મહિલાએ જ્યાર

ઓ બાપ રે: સેમસંગના ઇયર બડ્સ કાનમાં હતા ત્યારે જ થયો બ્લાસ્ટ, વાંચો પછી શું થયું

સેમસંગ ગેલેક્સી બડ્સ FEને થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં હાલમાં જ વિસ્ફોટ થયો હતો. તૂર્કીમાં એક મહિલાએ જ્યારે કાનમાં આ ઇયર બડ્સ પહેર્યા હતા ત્યારે આ ઘટના બની હતી, જેને કારણે તેને હંમેશા માટે સંભળાતું બંધ થઈ ગયું છે.

એક વ્યક્તિએ સેમસંગના બડ્સમાં વિસ્ફોટ થયેલા ફોટો શેર કરીને કહ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડ જ્યારે આ હેડફોનનો ઉપયોગ કરી રહી હતી ત્યારે કાનમાં જ વિસ્ફોટ થયો હતો. આ કારણે તેની ગર્લફ્રેન્ડના કાન ડેમેજ થઈ ગયા છે. આ કારણે તેને આજીવન સંભળાતું બંધ થઈ ગયું છે.

સેમસંગે શું કહ્યું?

સેમસંગ દ્વારા આ ડિવાઇઝની તપાસ કરવામાં આવી છે. જોકે આ બ્લાસ્ટ કેમ થયો એ વિશે તેમણે કોઈ જવાબ નથી આપ્યો. તેમણે આ પ્રોડક્ટનું રીપ્લેસમેન્ટ આપ્યું હતું, પરંતુ એ બ્લાસ્ટ કેમ થયો એ વિશે કોઈ જવાબ નથી આપ્યો. તેમજ મહિલાને સંભળાતું બંધ થઈ ગયું એ વિશે પણ કોઈ વાત કરવામાં નથી આવી. આ વિશે સેમસંગ દ્વારા હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ પણ જાહેર કરવામાં નથી આવ્યું. તમને જણાવી દઈએ કે, અગાઉ સેમસંગના મોબાઇલમાં પણ આ રીતે બ્લાસ્ટ થતાં હતાં.

આ સમાચાર શેર કરો