મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

હવે માત્ર 51 રૂપિયાના પ્લાનમાં દર મહિને તમે વાપરો અનલિમિટેડ 5G ડેટા

Jio યુઝર્સ માટે સારા સમાચાર! હવે તમને 51 રૂપિયામાં અમર્યાદિત 5G ડેટાનો લાભ મળશે. આ પ્લ

હવે માત્ર 51 રૂપિયાના પ્લાનમાં દર મહિને તમે વાપરો અનલિમિટેડ 5G ડેટા

Jio યુઝર્સ માટે સારા સમાચાર! હવે તમને 51 રૂપિયામાં અમર્યાદિત 5G ડેટાનો લાભ મળશે. આ પ્લાન હેઠળ,જ્યાં સુધી તમે 5G કવરેજમાં હોવ ત્યાં સુધી કોઈ ડેટા લિમિટ રહેશે નહીં. તે સિવાય જ્યારે તમે 5G કવરેજની લિમિટ બહાર હોવ ત્યારે તમને ઉપયોગ માટે 3GB 4G ડેટા મળશે.

જો તમને કહેવામાં આવે કે હવે તમે પહેલાની જેમ દિવસભરમાં કોઈ પણ મર્યાદા વિના ગમે તેટલું ઇન્ટરનેટ વાપરી શકો છો તો કેવું લાગશે. તે પણ 4G માં નહીં પણ 5G સ્પીડમાં. શું તે સ્વપ્ન જેવું નહીં લાગે? જોકે, જો તમે Jio યુઝર્સ છો તો આ સ્વપ્ન નહીં પણ વાસ્તવિકતા છે. Jio એ એવા યુઝર્સ માટે એક ખૂબ જ ખાસ પ્લાન લાવ્યું છે જેઓ દિવસમાં કોઈ પણ મર્યાદા સાથે ડેટાનો ઉપયોગ કરવાનું પસંદ નથી કરતા. જો તમે પણ એવા લોકોમાં આવો છો જેઓ 2 કે 3 GB ની મર્યાદા મુજબ નહીં પણ મુક્તપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માંગે છે, તો એકવાર આ પ્લાનની સંપૂર્ણ માહિતી ચોક્કસ જાણી લો.

51 રૂપિયામાં ચિંતાનો અંત!

થોડા દિવસો પહેલા જ અમે Jio ના 601 રૂપિયાના પ્લાન વિશે માહિતી આપી હતી. આ 51 રૂપિયાનો પ્લાન તેનું માસિક વર્ઝન છે. આ પ્લાનમાં,યુઝરને આખા મહિના માટે અનલિમિટેડ 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરવા મળશે. આના પર કોઈપણ પ્રકારની કોઈ લિમિટ રહેશે નહીં. આનો અર્થ એ છે કે તમારે 2 કે 3 GB ની daily લિમિટ અનુસાર ડેટાનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં . હવે તમે કોઈપણ રૂકાવટ વિના આખા મહિના માટે ગમે તેટલો ડેટા વાપરી શકશો.

ધ્યાનમાં રાખવા જેવી બાબત: 

Jioનો આ 51 રૂપિયાનો પ્લાન ખાસ કરીને 5G ઇન્ટરનેટ માટે છે. એટલે કે,જો તમે 5G ફોનનો ઉપયોગ કરી રહ્યા છો અને તમારા ફોનમાં 5G સિગ્નલ પણ મળી રહ્યા છે, તો આ પ્લાન તમારા માટે છે. આ પ્લાન મુજબ જ્યાં સુધી તમે તમારા ફોન સાથે 5G કવરેજમાં છો,ત્યાં સુધી તમારા પ્લાનમાંથી કોઈ ડેટા વાપરવામાં આવશે નહીં અને તમે કોઈપણ વિક્ષેપ વિના અમર્યાદિત 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. ધારો કે જો તમને તમારા ઘરમાં Jio 5G સિગ્નલ મળે છે અને તમે 5G ફોનનો પણ ઉપયોગ કરી રહ્યા છો, તો તમે જે ડેટા વાપરો છો તે બિલકુલ મફત હશે. એટલું જ નહીં, આ 51 રૂપિયાના પ્લાનમાં તમને 3GB 4G ડેટા પણ મળશે. જ્યારે તમે 5G કવરેજમાં ન હોવ ત્યારે તેનો ઉપયોગ તમારા એકાઉન્ટમાંથી કરવામાં આવશે.

બેઝ પ્લાન સાથે કામ કરો

Jioનો આ અનલિમિટેડ 5G પ્લાન ફક્ત ડેટા પ્લાન છે. એટલે કે તમને તેમાં કોઈ કોલિંગ સુવિધા મળશે નહીં. આવી પરિસ્થિતિમાં, આ પ્લાનનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં બેઝ પ્લાન હોવો જરૂરી છે. આ પ્લાનનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં દરરોજ 1.5GB ઇન્ટરનેટ આપતો બેઝ પ્લાન પહેલાથી જ રિચાર્જ થયેલ હોવો જોઈએ. તે પછી તમે 51 રૂપિયાનું રિચાર્જ કરીને તમારા પ્લાનમાં અનલિમિટેડ 5G એક્ટિવેટ કરી શકશો.

આ સમાચાર શેર કરો