મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

હવે તમે લેપટોપ પર ઓપન WhatsApp લોક કરી શકશો, કોઈ નહીં જોઈ શકે તમારી પર્સનલ ચેટ

અત્યારે WhatsAppનો ઉપયોગ પ્રોફેશનલ અને પર્સનલ કામ માટે સૌથી વધુ થાય છે. ઓફિસના મોટાભાગના મેસેજ WhatsApp પર આવે

હવે તમે લેપટોપ પર ઓપન WhatsApp લોક કરી શકશો, કોઈ નહીં જોઈ શકે તમારી પર્સનલ ચેટ

અત્યારે WhatsAppનો ઉપયોગ પ્રોફેશનલ અને પર્સનલ કામ માટે સૌથી વધુ થાય છે. ઓફિસના મોટાભાગના મેસેજ WhatsApp પર આવે છે, જેના કારણે ફોન પર મેસેજને જોવા માટે વારંવાર વાંચવામાં મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં લોકો ફક્ત ફોન પર જ નહીં પણ લેપટોપ પર પણ WhatsApp પર લોગ ઈન કરે છે. હવે આ સ્થિતિમાં WhatsApp લેપટોપ પર આખો સમય ખુલ્લું રહે છે.

આવી સ્થિતિમાં, કોઈપણ તમારી ગેરહાજરીમાં તમારા WhatsAppને એક્સેસ કરી શકે છે અથવા તમારા પર્સનલ મેસેજ વાંચી શકે છે. ડેસ્કની બહાર નીકળતી વખતે લોકો ઘણીવાર તેમના લેપટોપને બંધ કરે છે. તેમને લાગે છે કે તેને બંધ કરવાથી કોઈ મેસેજ જોઈ શકશે નહીં. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, લેપટોપ ચાલુ કરીને કોઈપણ તમારો મેસેજ જોઈ કે વાંચી શકે છે. જો તમને આ કારણથી તમારું ડેસ્ક છોડતા પહેલ WhatsApp લોગ આઉટ કરવું પડે છે, તો તમને જણાવી દઈએ કે તમે WhatsAppના નવા ફીચર એપ લોકનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.

આ રીતે લોક કરો WhatsApp વેબ વર્ઝન 

ઓફિસમાં બ્રેક કે લંચ પર ગયા બાદ પણ ઘણી વખત લોકોનું ધ્યાન તેમના લેપટોપ પર ઓપન WhatsApp હોય છે. તેમને ડર હોય છે કે તેમના WhatsApp પરના પર્સનલ મેસેજ કોઈ વાંચી ન લે. પરંતુ હવે તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. આ માટે હવે તમે WhatsAppના નવા એપ લોક ફીચરનો ઉપયોગ કરી શકો છો. આવો અમે તમને જણાવીએ કે આ ફીચરની મદદથી એપને કેવી રીતે લોક કરી શકાય.

  • સૌથી પહેલા લેપટોપ પર WhatsApp એકાઉન્ટ ખોલો.
  • આ પછી સેટિંગ્સ પર ક્લિક કરો.
  • સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી, સ્ક્રીન પર દેખાતા પ્રાઈવસી ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે પ્રાઈવસી હેઠળ દેખાતા ઓપ્શન તમારી સામે ખુલશે.
  • આ પછી, સ્ક્રોલ કરો અને નીચે જાઓ, અહીં તમને એપ લોક ફીચર દેખાશે.
  • એપ લોક પર ક્લિક કર્યા બાદ યુઝ એપ લોક પ્રાઈવસી લખેલું આવશે.
  • હવે નીચે દેખાતા Applockની બાજુના બોક્સ પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી, તમારી સામે સેટ ડિવાઇસ પાસવર્ડનો ઓપ્શન દેખાશે.
  • અહીં પાસવર્ડ સેટ કરો અને પાસવર્ડ રિ-એન્ટર કરો.
  • પાસવર્ડ સેટ કર્યા પછી, OK પર ક્લિક કરો. તમે પાસવર્ડનો સમય પણ સેટ કરી શકો છો.
  • આ રીતે તમે તમારા WhatsAppને સિક્યોર કરી શકો છો.

આ સમાચાર શેર કરો