Tech/ હવે ઓનલાઈન બ્લેકમેલથી ડરવાની જરૂર નથી! આ રીતે તમારા પ્રાઈવેટ ફોટા અને વીડિયો રાખી શકો છો સુરક્ષીત

જો કોઈ વ્યક્તિ તમને તમારા પ્રાઇવેટ ફોટા અથવા વીડિયો લીક કરવાની ધમકી આપી રહી હોય, તો હવે બિલકુલ ગભરાવાની જરૂર નથી. ગૃહ મંત્રાલય અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરની પહેલથી StopNCII.org નામનું એક ઓનલાઇન ટૂલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ટૂલનો ઉપયોગ કરીને તમે તમારી પ્રાઇવેટ તસવીરોનો સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર થતો દુરુપયોગ ખૂબ જ સરળતાથી રોકી શકો છો. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...
પરવાનગી વગર ફોટો પોસ્ટ કરવો એ ગુનો છે
જણાવી દઈએ કે કોઈ પણ વ્યક્તિની પ્રાઇવેટ તસવીરો કે વીડિયો—પછી ભલે તે અસલી હોય, AI દ્વારા એડિટ કરેલા હોય, મોર્ફ કરેલા હોય કે ફેક ઈમેજ હોય—તેવી કોઈપણ સામગ્રી સહમતિ વગર ઓનલાઇન પોસ્ટ કરવી એ ગુનો છે. આવા કોઈપણ કિસ્સામાં પીડિત વ્યક્તિ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
StopNCII.org કેવી રીતે કામ કરે છે?
-
આ ટૂલનો ઉપયોગ કરવા માટે તમારે StopNCII.org વેબસાઇટ પર જવું પડશે.
-
ત્યારબાદ તમારે ત્યાં તમારો 'કેસ' (Case) ક્રિએટ કરવો પડશે.
-
અહીં યુઝર પોતાના જ ડિવાઇસમાંથી ઓરિજિનલ ફોટો કે વીડિયો સિલેક્ટ કરી શકે છે.
-
ત્યારબાદ વેબસાઇટ તે કન્ટેન્ટનું એક 'ડિજિટલ ફિંગરપ્રિન્ટ' તૈયાર કરે છે.
-
આ ફિંગરપ્રિન્ટ અલગ-અલગ ઓનલાઇન પ્લેટફોર્મ્સ સાથે શેર કરવામાં આવે છે.
-
જો તે જ ફોટો કે વીડિયો ક્યાંય પણ પોસ્ટ કરવામાં આવે, તો પ્લેટફોર્મ તેને ઓળખીને તરત જ બ્લોક અથવા રિમૂવ કરી દે છે.
-
ખાસ વાત એ છે કે તમારી અસલી ઈમેજ વેબસાઇટ પર અપલોડ થતી નથી. તસવીર કે વીડિયોનો માત્ર ડિજિટલ કોડ જ બને છે, જેથી તમારી પ્રાઇવેસી જળવાઈ રહે છે.
StopNCII.org પર ફરિયાદ કેવી રીતે કરવી?
-
સૌથી પહેલા StopNCII.org પર જાઓ.
-
હવે 'Create your case' પર ક્લિક કરો.
-
તમારી વિગતો ભર્યા પછી સંબંધિત ફોટો અને વીડિયો સિલેક્ટ કરો.
-
થોડી જ વારમાં તેનું ડિજિટલ ફિંગરપ્રિન્ટ તૈયાર થઈ જશે.
-
આ પ્રક્રિયા પૂરી થયા પછી તમને એક કેસ નંબર મળશે, જેના દ્વારા તમે સ્ટેટસ ચેક કરી શકશો.

