Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Side effects of AI, crores of liters of water wasted every day, know how this much expenditure is incurred!

Tech News: AIના સાઈડ ઈફેક્ટ, દરરોજ કરોડો લીટર પાણીનો વેડફાટ, જાણો કઈ રીતે થાય છે આટલો ખર્ચ!

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Tech News: AIના સાઈડ ઈફેક્ટ, દરરોજ કરોડો લીટર પાણીનો વેડફાટ, જાણો કઈ રીતે થાય છે આટલો ખર્ચ!
સોર્સ : GSTV

એઆઈની લોકપ્રિયતા વધી રહી છે. દુનિયાભરના ઈન્ટરનેટ યુઝર્સ એઆઈનો ઉપયોગ કરતા થયા છે. એઆઈ ટૂલ્સ રોજિંદા કામમાં પણ ઉપયોગી થઈ રહ્યાં છે, પરંતુ તેની સાઈડ ઈફેક્ટ વિશે આપણે ભાગ્યે જ જાણીએ છીએ. એઆઈ ટેકનોલોજી એમ ને એમ નથી ચાલતી. તેની પાછળ વીજળી અને પાણી ખર્ચાય છે. એઆઈના ડેટા સેન્ટર્સ ચલાવવા માટે વીજળીનો મોટો જથ્થો વપરાય છે. ડેટા સેન્ટર્સને કૂલ રાખવા માટે વિપુલ માત્રામાં પાણીની જરૂર પડે છે.

App Store

દુનિયામાં 600 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. એમાંથી 18 ટકા લોકો એઆઈનો ઉપયોગ કરે છે. એક અંદાજ પ્રમાણે અત્યારે દુનિયામાં 100 કરોડ લોકો એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ યુઝર્સ દરરોજ જુદા જુદા એઆઈ ટૂલ્સને 250 કરોડ પ્રોમ્પ્ટ આપે છે. એઆઈને પ્રોમ્પ્ટ આપવા એટલે એઆઈ પાસેથી કંઈ કામ લેવું હોય તો તેના બદલામાં તેને આપવી પડતી માહિતી. એઆઈને પ્રોમ્પ્ટ આપ્યા પછી એ તેનો જવાબ આપે છે. કોઈને માહિતી આપે છે, કોઈને અનુવાદો કરી આપે છે, કોઈને ફોટો બનાવી આપે છે, કોઈને વીડિયો સર્જી દે છે. આ બધું જ કામ ગણતરીની સેકન્ડ્સમાં થાય છે એટલે દુનિયાભરમાં એઆઈના યુઝર્સ વધી રહ્યા છે.

ડેટા સેન્ટર્સ ઠંડા રાખવા જરૂરી છે, નહીંતર એ કામ કરતા નથી. તેમાં ઝડપ આવે નહીં. ડેટા સેન્ટર્સને ઠંડા રાખવા માટે પાણીનો મોટો જથ્થો વપરાય છે. ગૂગલના ઈન્વાયરમેન્ટ રિપોર્ટમાં કહેવાયું હતું કે ડેટા સેન્ટર્સ પાછળ વર્ષમાં 2300 કરોડ લિટર પાણીનો જથ્થો વપરાય છે. એમાં એક વર્ષમાં 17 ટકાના દરે વધારો થઈ રહ્યો છે. વર્ષ દર વર્ષ આ આંકડો સતત વધતો રહેવાનો છે. દરરોજ એક માણસને સરેરાશ 135થી 150 લિટર પાણીની જરૂર પડે છે. તે હિસાબે દરરોજ 150 કરોડ લોકોને પૂરતો થઈ પડે એટલો પાણીનો જથ્થો એઆઈ પાછળ વપરાય છે.