Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Using your phone in these places can be a hassle, so be careful if you do!

Tech Info/ આ જગ્યાઓ પર ફોનનો ઉપયોગ કરવો પડી શકે છે ભારે, જો તમે કરતા હોય તો ચેતી જજો!

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Tech Info/ આ જગ્યાઓ પર ફોનનો ઉપયોગ કરવો પડી શકે છે ભારે, જો તમે કરતા હોય તો ચેતી જજો!
સોર્સ : GSTV

સ્માર્ટફોન આજે માનવીના જીવનનો અવિભાજ્ય અંગ બની ગયો છે. લોકો ફોન વગર ક્યાંય પણ જતા નથી. કાફે, કોલેજ, રસ્તા, પાર્ક કે મંદિરમાં ઉભા રહીને પણ લોકો સતત ફોન પર વ્યસ્ત રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગમે ત્યાં ફોન પર વાત કરવી તમારા માટે મોટી મુસીબત નોતરી શકે છે? દરેક જગ્યાએ ફોન વાપરવાની સગવડ છે એનો અર્થ એ નથી કે આપણે તેનો ઉપયોગ કરવો જ જોઈએ.

App Store

26 વર્ષનો અનુભવ ધરાવતા રિટાયર્ડ ફાયર ડિપાર્ટમેન્ટ કેપ્ટન અને CitizenAIDના સ્થાપક બોબ ઓટર જણાવે છે કે, ફોન એ ધ્યાન ભટકાવનારી અને અસુરક્ષિત વસ્તુ સાબિત થઈ શકે છે. જ્યારે લોકો ફોન પર વાત કરે છે, ત્યારે તેમને આસપાસની પરિસ્થિતિનો અંદાજ રહેતો નથી. જાહેર જગ્યાએ સ્પીકર ફોન પર વાત કરવી એ શિષ્ટાચાર (Etiquette) અને સુરક્ષા બંને દૃષ્ટિએ જોખમી છે. ચાલો જાણીએ એવી જગ્યાઓ જ્યાં તમારે ફોન પર વાત કરવાનું ટાળવું જોઈએ.

હોસ્પિટલમાં ફોન પર વાત ન કરો

હોસ્પિટલમાં ફોન પર વાત કરવાથી તમારી આસપાસના દર્દીઓ અને સ્ટાફ પરેશાન થઈ શકે છે. એટલું જ નહીં, FDA મુજબ ફોનમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ (EMI) અને રેડિયો ફ્રીક્વન્સી એનર્જી (RF) કેટલાક મેડિકલ ડિવાઇસ (જેમ કે પેસમેકર) સાથે હસ્તક્ષેપ કરી શકે છે. આથી હોસ્પિટલમાં ફોન ટાળવો હિતાવહ છે.

ચાલતી વખતે ફોન વાપરવો એટલે પ્રાઈવસીનું જોખમ

ઘણા લોકોને ચાલતા-ચાલતા ફોન પર વાત કરવાની આદત હોય છે. આ તમારી પ્રાઈવસી માટે ખતરો છે કારણ કે કોઈ પણ તમારી ખાનગી વાત સાંભળી શકે છે. સાથે જ, તમારું ધ્યાન ફોનમાં હોવાને કારણે રસ્તા પરની આસપાસની વસ્તુઓ પરથી ધ્યાન હટી જાય છે, જે અકસ્માતનું કારણ બની શકે છે.

ફ્લાઇટમાં ફોન પર વાત કરવાનું ટાળો

ફ્લાઇટમાં ફોનને એરપ્લેન મોડ પર રાખવાની સૂચના આપવામાં આવે છે. તેમ છતાં કેટલાક લોકો વાત કરવાનો પ્રયત્ન કરે છે. ફોન પર વાત કરવાથી માત્ર સહ-મુસાફરો જ પરેશાન નથી થતા, પરંતુ તે ગંભીર સુરક્ષા જોખમ પણ છે. ફોન તે રેડિયો સિગ્નલમાં અવરોધ ઉભો કરી શકે છે જેની જરૂર પાયલોટને ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે વાત કરવા કે લેન્ડિંગ ડેટા મેળવવા માટે હોય છે. જોકે આ સમસ્યા ભાગ્યે જ સર્જાય છે, પણ તે વિમાન દુર્ઘટનાનું કારણ બની શકે છે.

ફોન ચોરાઈ જવાનો ડર

જાહેર પરિવહન (બસ કે ટ્રેન) માં મુસાફરી કરતી વખતે ફોન પર વાત કરવી પ્રાઈવસી માટે યોગ્ય નથી. વધુમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફોન પર વાત કરતી વખતે તે ચોરાઈ જવાની કે કોઈ ઝૂંટવીને ભાગી જવાની શક્યતા વધુ રહે છે. ફોનને હંમેશા બેગમાં અથવા હાથમાં મજબૂતીથી પકડી રાખવો જોઈએ.

સેલૂનમાં ફોન બગડી શકે છે

સેલૂનમાં મેનીક્યોર કે ફેશિયલ કરાવતી વખતે લોકો સમય પસાર કરવા ફોન વાપરે છે. અહીં પણ તમારી અંગત વાતો બીજા સાંભળી શકે છે. ઉપરાંત, સેલૂનમાં પાણી અને કેમિકલ્સનો ઉપયોગ થતો હોવાથી તમારા ફોનમાં પાણી જવાનું અને તે બગડવાનું જોખમ રહેલું છે.