મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

'એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ્પ, 'X' સર્વિસ ડાઉન થતાં લાખો યુઝર્સ પરેશાન

છેલ્લા કેટલાક સમયથી ઘણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સર્વર ડાઉન થવાની ઘટના બની રહી છે.

'એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ્પ, 'X' સર્વિસ ડાઉન થતાં લાખો યુઝર્સ પરેશાન

છેલ્લા કેટલાક સમયથી ઘણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સર્વર ડાઉન થવાની ઘટના બની રહી છે. આજે ગુરુવારે સવારે 10.41થઈ ઘણાં યુઝર્સની મેટા સર્વિસ ડાઉન થઈ હતી. એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સર્વિસ ઘણા યુઝર્સ વેબસાઈટ એક્સેસ કરી શકતા નથી, આ સિવાય એપમાં ટ્વીટ લોડ થવામાં પણ સમસ્યા આવી રહી છે. ઘણા યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બાબતે બતાવ્યું છે.

વેબસાઇટ્સ અને ડિજિટલ પ્લેટફોર્મના ડાઉનટાઇમ પર નજર રાખતા પ્લેટફોર્મ Downdetector પર લગભગ 11:33 વાગ્યે  સૌથી વધુ યુઝર્સે X કામ ન થવા વિશે ફરિયાદ કરી હતી. લગભગ 60 ટકા યુઝર્સને તેમની વેબસાઇટ ઍક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, લગભગ 26 ટકા યુઝર્સને એપ્લિકેશન ઍક્સેસમાં સમસ્યા આવતી હતી.

આઉટેજને મોનિટર કરતા પ્લેટફોર્મ્સ પર ચેક કરીએ તો જણાયું કે, X ની સેવાઓને ઍક્સેસ કરવામાં જે યુઝર્સને સમસ્યાઓ આવી રહી છે. તે દેશભરમાં ફેલાયેલા છે. દિલ્હી, જયપુર, લખનૌ, કટક, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ વગેરે ભારતીય શહેરોમાં આ સમસ્યાનો યુઝર્સને સામનો કરવો પડી રહ્યો છે.

જો કે, Xની સેવાઓ માત્ર ભારતમાં જ ડાઉન થઈ હોય એવું નથી. પરંતુ અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં પણ આ સમસ્યા જોવા મળી છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા મેટાની ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સેવાઓ થોડા સમય માટે અચાનક બંધ થઈ ગઈ હતી અને થોડા સમય પછી આ પ્લેટફોર્મ રેગ્યુલર થઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો