હવે કંટાળાજનક નહીં લાગે Meta AI! તમારી ફેવરિટ સેલિબ્રિટીના અવાજમાં કરી શકશો વાત, જાણો કેવી રીતે?
મેટા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂંક સમયમાં તમારા મનપસંદ સેલિબ્ર

મેટા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂંક સમયમાં તમારા મનપસંદ સેલિબ્રિટીના અવાજમાં વાત કરી શકશે. હાલ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તમે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, વિરાટ કોહલી, સચિન તેંદુલકર અથવા અન્ય કોઈ સેલિબ્રિટીના અવાજમાં વાત કરી શકશો. ઉલ્લેખનીય છે કે Meta AI WhatsApp યુઝર્સને સતત નવા ફીચર્સ આપી રહ્યું છે. ખરેખર, આ ફીચરનું નામ વોઈસ મોડ છે. તેનો હેતુ માત્ર AI અને યુઝર્સ વચ્ચેની વાતચીતને સુધારવાનો જ નથી, પરંતુ યુઝર એક્સપિરિયન્સને પર્સનલાઇઝ્ડ કરવાનો પણ છે. આ ફીચરથી એવા યુઝર્સને ફાયદો થશે જેઓ ટાઈપ કરવા નથી માગતા.
Meta AIની આ સુવિધાનો ઉપયોગ કરીને, તમને તમારો ફેવરિટ અવાજ સિલેક્ટ કરવાનું ઓપ્શન મળશે. તેમાં સેલિબ્રિટી અને જાહેર હસ્તીઓનો અવાજ હશે. એકવાર તમે વોઇસ પસંદ કરી લો, પછી તમે વોઇસ મોડમાં વાત કરી શકશો. આ સિવાય જો તમે મેટા AIને કોઈ પ્રશ્ન પૂછશો તો તે સેલિબ્રિટીના અવાજમાં જવાબ પણ આપશે. જોકે, આ ફીચર ક્યારે શરૂ થશે તે અંગે મેટાએ હજુ સુધી માહિતી આપી નથી. આ જાણકારી વોટ્સએપના બીટા વર્ઝનના સ્ક્રીનશોટ પરથી સામે આવી છે.
વિશ્વભરની માહિતી પ્રદાન કરે છે Meta AI
ઉલ્લેખનીય છે કે, Meta AI દ્વારા દુનિયાભરની માહિતી તમારા માટે થોડી જ ક્ષણોમાં ઉપલબ્ધ થઈ જાય છે. મેટાની આ એક ખાસ સુવિધા છે, જે લોકોને માહિતી આપવા માટે લોન્ચ કરવામાં આવી છે. આના દ્વારા તમે કોઈપણ વિષય પર તમારા પ્રશ્નો પૂછી શકો છો અને પછી જવાબ મેળવી શકો છો. ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. ઉપરાંત જેઓ ટાઈપ કરવા નથી માગતા, તેમના માટે Meta ટૂંક સમયમાં વોઈસ ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે.






