મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ભારત સહિત અનેક દેશોમાં ઇન્સ્ટાગ્રામની સેવાઓ ઠપ થતા યુઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર થયો મીમ્સનો વરસાદ

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં યુઝરને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમ

ભારત સહિત અનેક દેશોમાં ઇન્સ્ટાગ્રામની સેવાઓ ઠપ થતા યુઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર થયો મીમ્સનો વરસાદ

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં યુઝરને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ઇન્સ્ટાગ્રામ વેબ યુઝર માટે બંધ થઈ ગયું હતુ. ઇન્સ્ટાગ્રામ ડાઉન થવા અંગે X પ્લેટફૉર્મ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. જેમાં યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર કોઈ રીલ, પોસ્ટ કે સ્ટોરી શેર કે ઓપન કરી શકતા ન હતા. 

ઇન્સ્ટાગ્રામ ખોલતા વેબ યુઝર્સને  'Sorry, Something Went Wrong' લખેલો મેસેજ બતાવતા હતા. ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ આ એરર પર કામ થઈ રહ્યું છે એવી સૂચના પણ આપવામાં આવી હતી. અડધો કલાલ ઇન્સ્ટાગ્રામ બંધ રહ્યા બાદ શરુ થયું હતું. 

ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે

ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. ઘણા યુઝર્સ આના પર ફોટો અને વીડિયો વગેરે શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ આ પ્લેટફોર્મ પર ખૂબ લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, અહીં યુઝર્સ મેસેજ વગેરે પણ મોકલી શકે છે. અહીં ઘણી સેલિબ્રિટીઝ પણ હાજર છે, આની મદદથી યુઝર્સ તેમની ફેવરિટ સેલિબ્રિટી અને સ્ટાર્સની લાઈફસ્ટાઈલ અને પસંદગીઓ વિશે જાણી શકે છે.

આ સમાચાર શેર કરો