મોંઘી થઇ મહિન્દ્રા થાર, કંપનીએ ગાડીની કિંમતમાં કર્યો વધારો
મહિન્દ્રાએ SUV થારની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ પોતાના નવા વેરિઅન્ટને 10 હજાર રૂપિયા મોંઘો કરી દીધો છે. મહિન્દ્રા થારની બેસ-સ્

મહિન્દ્રાએ SUV થારની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ પોતાના નવા વેરિઅન્ટને 10 હજાર રૂપિયા મોંઘો કરી દીધો છે. મહિન્દ્રા થારની બેસ-સ્પેક LX હાર્ડ-ટોપ પેટ્રોલ AT RWD, AX(0), હાર્ડ-ટોપ ડીઝલ MT RWD અને LX હાર્ડ-ટોપ ડીઝલ MT RWD વેરિઅન્ટ સામેલ છે. અન્ય વેરિઅન્ટ્સની કિંમતમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.
મહિન્દ્રા થાર-3 ડોર ઓક્ટોબર 2020માં લૉન્ચ કરવામાં આવી હતી જેમાં બ્લેક ગ્રિલ, પહોળા એર ડેમ, LED DRLs, LED ટેલલાઇટ્સ, હેલોજન હેન્ડલેપ, રિયર વિન્ડો ડિફૉગર અને ફ્રન્ટ પાવર વિન્ડો સાથે ફેબ્રિક અપહોલ્સ્ટ્રી, પાવર સ્ટેરિંગ વ્હીલ, વોઇસ કંટ્રોલ અને ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી સુવિધા આપવામાં આવી છે.
મહિન્દ્રા થારમાં એક 2.0 લીટર, ટર્બો પેટ્રોલ એન્જિન (150bhp/320Nm) અને બીજુ 2.2 લીટર, ડીઝલ એન્જિન (130bhp/300Nm) મળે છે, તેને 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર ગિયરબૉક્સના વિકલ્પ મળે છે.






