Tech News: વિડિયો અસલી છે કે પછી Ai જનરેટેડ? આ રીતે જાણો સીન ફેક છે કે રિયલ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયા છે, જેના કારણે કોઈને પણ આશ્ચર્ય થાય છે. શું ખરેખર આવું બન્યું હતું? AIના આ યુગમાં,કોઈપણ ફોટો અથવા વિડિયો જોયા પછી તરત જ તેના પર વિશ્વાસ કરવો ખતરનાક બની શકે છે. OpenAIના Sora 2 અને Googleના Nano Banana જેવા અદ્યતન AI ટૂલ્સે આવા વાસ્તવિક વિડિયો બનાવવાનું અતિ સરળ બનાવી દીધું છે.
આ જ કારણ છે કે ફેક અને અસલી વિડિયો વચ્ચે તફાવત કરવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. જો કે, તમે થોડા સંકેતોનો ઉપયોગ કરીને કોઈપણ વિડિયોની સત્યતા સરળતાથી નક્કી કરી શકો છો. જી હા અહીં તમને આજે એવા પાંચ સંકેતો જણાવીશું કે, જો તમે તેને જોશો, તો તમે સમજી શકશો કે વિડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. અહીં જાણો આ વિશે...
ગ્લિચ અને ભૂલો
જ્યારે આજકાલ AI-જનરેટેડ વિડિઓઝ અસલી લાગે છે, ત્યારે નાની ભૂલો આજે પણ જોવા મળે છે. કેટલીકવાર લોકોના પડછાયા, આંગળીઓ, આંખોની દિશા અથવા શરીરની ગતિવિધિઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરીને તમે કહી શકો છો કે વિડિઓ અસલી છે કે AI-જનરેટેડ. તમને AI-જનરેટેડ વિડિઓઝમાં કોઈને કોઈ ભૂલો દેખાશે જે અસલી વિડિઓઝમાં નહી હોય.
વિડિયો
આજે 15,00ની કિંમતનો સ્માર્ટફોન પણ તમને 4Kમાં પણ ઉચ્ચ-ગુણવત્તાવાળા (હાઈ ક્વોલિટી) વિડિયો શૂટ કરવાની મંજૂરી આપે છે. જો કે, જો વાયરલ વિડિયો ઝાંખો, પિક્સેલેટેડ અથવા વિચિત્ર દેખાય છે, તો તે સમજી લેવું કે આ એક AI વિડિયો છે. નકલી વિડિયો ઘણીવાર ઓછી ક્વોલિટીમાં પોસ્ટ કરવામાં આવે છે જેથી કોઈને AIની હેરફેર ખબર ન પડે.
પરફેક્ટ વિડિયો
જો તમને એવો વિડિયો મળ્યો છે જે દરેક પાસામાં એકદમ પરફેક્ટ લાગે છે, જેમ કે તેમાં રહેલા લોકોની સ્કિન ક્લિયર છે અને તેમાં કોઈ ડાઘ નથી, ફિલ્મી લાઇટિંગ છે, અથવા દોષરહિત બ્રેકગ્રાઉન્ડ છે, તો સમજો કે તે અસલી નથી પરંતુ AI દ્વારા બનાવેલ વિડિઓ હોઈ શકે છે.
કેમેરા મૂવમેન્ટ અને ધીમી ક્લિપ્સ
એવું પણ જોવા મળ્યું છે કે ઘણા AI દ્વારા બનાવેલા વિડિયો ચોક્કસ બિંદુઓ પર વિચિત્ર રીતે ધીમા પડી જાય છે, અથવા કેમેરા મૂવમેન્ટ ખૂબ જ સરળ અને અકુદરતી દેખાઈ શકે છે. આવા ટ્રાન્જેશન અસલી વિડિયોમાં કરવું ખૂબ મુશ્કેલ થઈ શકે છે.
સાઉન્ડ અને લિપ-સિંક
જો તમે AI દ્વારા બનાવેલા વિડિયોને ધ્યાનથી જોશો તો તમને ફરક દેખાશે કે કોઈ વ્યક્તિ જે રીતે બોલી રહી છે અને તેના હોઠની હરકત યોગ્ય નથી. આનાથી સરળતાથી જાણી શકાય છે કે વિડિયો નકલી છે કે નહીં. ક્યારેક, એવું પણ જોવા મળે છે કે બ્રેકગ્રાઉન્ડ અવાજ જ નથી આવતો અથવા ખૂબ જ અલગ સંભળાય છે. આ પણ એક મજબૂત સંકેત છે કે વિડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે.

