મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

યુકેની આગામી સોકર સિઝનમાં વપરાશે આઇફોન, ઓફસાઇડ ફાઉલ નક્કી કરવા માટે થશે ઉપયોગ

યુનાઇટેડ કિંગ્ડમની આગામી સોકર સિઝનમાં ઓફસાઇડ ફાઉલ નક્કી કરવા માટે આઇફ

યુકેની આગામી સોકર સિઝનમાં વપરાશે આઇફોન, ઓફસાઇડ ફાઉલ નક્કી કરવા માટે થશે ઉપયોગ

યુનાઇટેડ કિંગ્ડમની આગામી સોકર સિઝનમાં ઓફસાઇડ ફાઉલ નક્કી કરવા માટે આઇફોનનો ઉપયોગ કરવામાં આવશે. ધ પ્રીમિયર લીગમાં વીડિયો ઓફિશિયલ રેફરી (VAR) સિસ્ટમની જગ્યાએ હવે આઇફોનનો ઉપયોગ કરવામાં આવશે. એપલના સ્માર્ટફોનના કેમેરાની ક્વોલિટીને કારણે એનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે ટેક્નોલોજી ખૂબ જ એડ્વાન્સ બની ગઈ છે. આથી મોબાઇલનો ઉપયોગ એક નહીં, પરંતુ અનેક ઉપયોગમાં આવી શકે છે. આઇફોનના કેમેરા એટલા એડ્વાન્સ બની ગયા છે કે જે ગેમમાં સતત ઝડપથી દોડવામાં આવે એવી રમતમાં પણ નાની-નાની ભૂલો પકડી શકાય છે.

કેવી રીતે કામ કરશે આઇફોન?

ધ પ્રીમિયર લીગે આ માટે જિનિયસ સ્પોર્ટ્સ નામની કંપનીનો કોન્ટેક્ટ કર્યો છે. આ કંપની એક સાથે ઘણા આઇફોનનો ઉપયોગ કરે છે અને એને મશિન-લર્નિંગ મોડલ સાથે જોડે છે. એની મદદથી ગેમ દરમ્યાન જે પણ ઓફસાઇડ ફાઉલ થાય છે એ ઓટોમેટિક ખબર પડી જાય છે. 4K કેમેરા ખૂબ જ મોંઘા આવતા હોવાથી આઇફોનના 4K કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 24થી 28 iPhone 15 pro મોડલ્સનો ઉપયોગ કરવામાં આવશે.

આ ટેક્નોલોજીની કેમ જરૂર પડી?

ઓફસાઇડ ફાઉલ ઘણી વાર ખબર નથી પડતી ખાસ કરીને ત્યારે જ્યારે એક જગ્યાએ ઘણા પ્લેયર્સ હોય છે. ગ્રાઉન્ડ રેફરીની સાથે ઘણા બધા કેમેરાની મદદથી ટીવી પર જોઈ રહેલા વીડિયો ઓફિશિયલ રેફરીને પણ ઘણી વાર આ ઓફસાઇડ ફાઉલ વિશે ખહર નથી પડતી. આથી હવે આઇફોનની મદદથી મશિન-લર્નિંગ મોડલનો ઉપયોગ કરવામાં આવશે જે તરત જ ફાઉલ છે કે નહીં એ કહીં દેશે.

સોકર લીગમાં વર્ષોથી વીડિયો ઓફિશિયલ રેફરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં હવે બદલાવ આવી રહ્યો છે. ફિફા દ્વારા 2022માં મશિન-લર્ગિન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે 2021માં આ સિસ્ટમની ટ્રાયલ કરી હતી અને ત્યાર બાદ એનો ઓફિશિયલી ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. આ ટેક્નોલોજીની મદદથી પ્લેયર્સની બોડીના 29 પોઇન્ટ્સને ટ્રેક કરી શકાય છે. જોકે આ સિસ્ટમનો એક માઇન્સ પોઇન્ટ એ છે કે એ થોડો સમય માંગી લે એવી પ્રોસેસ છે.

આ સમાચાર શેર કરો