Instagram લાવ્યું નવું Watch History ફીચર, એકવાર જોયેલી રીલ્સને ફરી જોઈ શકશે યુઝર્સ; જાણો કેવી રીતે
આજકાલ મોટાભાગના લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરતા જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામનો રીલ્સનો ક્રેઝ એ

આજકાલ મોટાભાગના લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરતા જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામનો રીલ્સનો ક્રેઝ એવો છે કે કોઈપણ તેનાથી બાકાત નથી. જોકે, આ રીલ્સ સ્ક્રોલિંગ સાથે એક સમસ્યા એ હતી કે જો તમે એકવાર રીલ જોઈ લીધી અને તમે તેનાથી આગળ સ્ક્રોલ કરી દીધું અથવા પેજ રિફ્રેશ કરી દીધું, તો તમે તે રીલને ફરીથી નથી શોધી શકતા. યુઝર્સની આ સમસ્યા દૂર કરવા અને તેમના અનુભવને વધુ મજેદાર બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ એક નવું ફીચર લાવ્યું છે. હવે તમે એકવાર જોયેલી રીલને ફરીથી જોઈ શકશો, કારણ કે ઇન્સ્ટાગ્રામે રીલ્સ માટે વોચ હિસ્ટ્રી (Watch History) ફીચર લોન્ચ કર્યું છે.
ઇન્સ્ટાગ્રામના CEO એ નવા ફીચરની જાણકારી આપી
ઇન્સ્ટાગ્રામના CEO એડમ મોસેરીએ નવા ફીચર વિશે માહિતી શેર કરતા જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ માટે હવે નવું વોચ હિસ્ટ્રી ફીચર ઉપલબ્ધ છે. તેમણે એક વીડિયો દ્વારા આ માહિતી શેર કરતા કહ્યું, "આશા છે કે, હવેથી, તમે એવી વસ્તુઓ શોધી શકશો જે તમને પહેલા નહતી મળી, અને તે તમારા માટે સરળ બનશે." એડમ મોસેરીએ આ ફીચરની જાહેરાત કરતા જ, ઇન્સ્ટાગ્રામ યુઝર્સ ઘણી પોઝિટીવ કમેન્ટ કરવા લાગ્યા છે.
આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?
તમે Settings > Your activity > Watch history પર જઈને ઇન્સ્ટાગ્રામ પર આ ફીચર શોધી શકો છો. આ માટે સૌથી પહેલા પહેલા, ઇન્સ્ટાગ્રામ ખોલો આ પછી તમારી પ્રોફાઈલમાં જઈને Settings ખોલો તેમાં તમને Your activity નામનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો, આ પછી તેમાં નીચે સ્ક્રોલ કરતા તમને વોચ હિસ્ટ્રી ફીચર મળશે, જે તમારી અગાઉ જોયેલી બધી રીલ્સ બતાવશે.
આ ફીચરની જરૂર કેમ પડી?
ઇન્સ્ટાગ્રામ પર રીલ જોતી વખતે, જો તમને કોલ આવે, એપ્લિકેશન રિફ્રેશ થઈ જાય અથવા બીજે ક્યાંક ટેપ થઈ જાય, તો તમારી રીલ દૂર થઈ જાય છે અને બીજી રીલ, વીડિયો અથવા ફોટો સામે આવી જાય છે. લાખો યુઝર્સ આ વિશે ફરિયાદ કરી રહ્યા હતા અને લાંબા સમયથી તેઓ માંગ કરી રહ્યા હતા કે કંઈક એવું હોવું જોઈએ જેથી તેઓ તેમની ખોવાયેલી રીલ્સ ફરીથી જોઈ શકે, તેથી હવે ઇન્સ્ટાગ્રામની સપોર્ટ અને ટેક ટીમે આનો ઉકેલ શોધી કાઢ્યો છે.






