મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

આવતા વર્ષે બજારમાં આવશે Hyundai Creataનું EV મોડલ, જાણો ફિચર્સ અને કારની કિંમત

હ્યુંડઇ મોટર ઇન્ડિયા ભારતમાં પોતાની સૌથી પોપ્યુલર SUV ક્રેટાનું EV મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આવતા વર્ષે જાન્ય

આવતા વર્ષે બજારમાં આવશે Hyundai Creataનું EV મોડલ, જાણો ફિચર્સ અને કારની કિંમત

હ્યુંડઇ મોટર ઇન્ડિયા ભારતમાં પોતાની સૌથી પોપ્યુલર SUV ક્રેટાનું EV મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં તેને રજૂ કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર લોન્ચ પહેલા ક્રેટા EV આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માં શોકેસ કરવામાં આવશે. દેશમાં આ ઇલેક્ટ્રિક એસયુવીની રાહ જોવાઇ રહી છે. Hyundai Creata EVની બેટરીની રેન્જથી લઇને તેની કિંમત સુધી તમામ માહિતી જાણીયે...

Hyundai Creta EVમાં શું ખાસ હશે

નવી Creta EV કેટલીક ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. માનવામાં આવે છે કે હ્યુંડઇ નવી ડિઝાઇન નહીં આપે માત્ર નાના-મોટા બદલાવ જોવા મળી શકે છે. ક્રેટના ફ્રંટ અને રિયર બમ્પરમાં બદલાવ કરવામાં આવી શકે છે. પેટ્રોલ મોડલની તુલનામાં EV મોડલને બતાવવાનો પ્રયાસ કરાશે જેમાં નવી ક્રેટ EV બૈજ થશે.ભારતમાં ક્રેટા ઇલેક્ટ્રિકની કિંમત 20 લાખ રૂપિયાથી શરૂ થઇ શકે છે.

આ પણ વાંચો: નવી નહીં પણ જૂની કાર ખરીદવાનો લોકોમાં વધ્યો ક્રેઝ, નાના શહેરોમાં આ ત્રણ કાર બની હોટ ફેવરિટ

બેટરી, રેન્જ અને સેફ્ટી

રિપોર્ટ્સ અનુસાર, ક્રેટા EVમાં 45 KWh બેટરી પેક થવાની આશા છે, જે એક વખત ચાર્જ કરવા પર 500 કિલોમીટર સુધીની રેન્જ ઓફર કરી શકે છે. આટલું જ નહીં ઇલેક્ટ્રિક ક્રેટાને 138hpનો પાવર અને 255 Nm ટૉર્ક આપશે.રેન્જના હિસાબથી ઇલેક્ટ્રિક ક્રેટા એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે.

આ સમાચાર શેર કરો