કારની બ્રેક ફેલ થઈ જવા પર કઈ રીતે બચાવશો તમારો જીવ? કૂદવાને બદલે આ કરો કામ
અચાનક કારની બ્રેક ફેલ થઈ જવી લોકો માટે મોટી સમસ્યા ઉત્પન્ન કરે છે. આ સ્થિતિમાં લો

અચાનક કારની બ્રેક ફેલ થઈ જવી લોકો માટે મોટી સમસ્યા ઉત્પન્ન કરે છે. આ સ્થિતિમાં લોકોના જીવ જવાનું પણ જોખમ હોય છે. જ્યારે કારની બ્રેક ફેલ થઈ જાય છે, ત્યારે લોકો ગભરાવા લાગે છે અને કોઈપણ રીતે કારમાંથી બહાર નીકળવા માગે છે. કેટલાક લોકો જીવ બચાવવા માટે ચાલતી કારમાંથી કૂદી પડે છે. તો કેટલાક લોકો કારને રોકવા માટે તેમની કારને થાંભલા, દિવાલ અથવા કોઈપણ મોટી વસ્તુ સાથે અથડાવે છે, જેથી તેમની કારની ગતિ ધીમી પડી જાય છે. કેટલાક લોકો અચાનક હેન્ડબ્રેક ખેંચી નાખે છે. પરંતુ, આ રીતે જીવ બચાવવાના પ્રયાસ કરવામાં લોકોના જીવ જઈ શકે છે અથવા વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ શકે છે.
કારની બ્રેક ફેલ થાય તો જીવ કેવી રીતે બચાવવો?
જો કારની બ્રેક ફેલ થઈ જાય તો કારમાંથી કૂદી જવાની કે કોઈ વસ્તુ સાથે અથડાવાની જરૂર નથી. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બ્રેક ફેલ થવા છતાં તમે કારમાં બેસીને તમારી કારને કેવી રીતે રોકી શકો છો.
- સૌથી પહેલા તમારે તમારી કારમાં લગાવેલ હેઝાર્ડ વોર્નિંગ લાઈટ્સનું બટન તરત જ ઓન કરવું જોઈએ, જેથી તમારી આસપાસ ડ્રાઈવિંગ કરતા લોકો તમારી કારના ઈન્ડિકેટર્સ પરથી જાણી શકે કે તમારી કારમાં કોઈ ખામી છે.
- ત્યારપછી સ્ટીયરિંગ વ્હીલને ફક્ત એક હાથથી નિયંત્રિત કરો, જેથી તમે ખોટી દિશામાં વાહન ન ચલાવો અને કોઈ અકસ્માત ન થાય.
- સાથે જ મિકેનિકલ હેન્ડબ્રેકને બીજા હાથેથી પકડી રાખો અને મિકેનિકલ હેન્ડબ્રેકનું બટન અંદરની તરફ દબાવો અને તેને ઉપર-નીચે કરતા રહો. આ રીતે, હેન્ડબ્રેકને ઘણી વખત ઉપર અને નીચે કરવાથી કાર ટૂંક સમયમાં બંધ થઈ જશે.
ઈલેક્ટ્રોનિક હેન્ડબ્રેકથી કાર કેવી રીતે બંધ થશે?
જો તમારા વાહનમાં ઈલેક્ટ્રોનિક હેન્ડબ્રેકની વિશેષતા છે, તો તેને સતત ખેંચતા રહો. આ તમારી કારને આદેશ મોકલશે કે તમારી કાર મુશ્કેલીમાં ફસાઈ છે, જેના કારણે બ્રેક લગાવવામાં આવશે. પરંતુ અહીં એ નોંધનીય છે કે ઈલેક્ટ્રોનિક હેન્ડબ્રેકને સતત ખેંચીને રાખવાની છે. જો તમે વારંવાર સ્વીચ ઓન કે ઓફ કરો છો, તો કારને એવ મેસેજ જશે કે તમે કારનું આ ફીચર યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી, જેના કારણે કાર બંધ થશે નહીં. આ સ્ટેપ્સ ફોલો કરીને તમે તમારો અને તમારી સાથે ટ્રાવેલ કરતા લોકોનો જીવ બચાવી શકો છો.






