મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

દેશભરના મોબાઈલ યુઝર્સ માટે સરકારનો મોટો નિર્ણય, 15 એપ્રિલથી બંધ થશે આ સેવા

દેશમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પરંતુ હવે ઝડપથી વધી રહેલા ઓન

દેશભરના મોબાઈલ યુઝર્સ માટે સરકારનો મોટો નિર્ણય, 15 એપ્રિલથી બંધ થશે આ સેવા

દેશમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પરંતુ હવે ઝડપથી વધી રહેલા ઓનલાઈન ફ્રોડનો સામનો કરવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. ટેલિકોમ વિભાગે એરટેલ અને જિયો સહિત તમામ ટેલિકોમ કંપનીઓને USSD કોડનો ઉપયોગ કરીને કોલ ફોરવર્ડ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ તમારા સ્માર્ટફોનમાં કોલ ફોરવર્ડિંગ સેવા 15 એપ્રિલ, 2024 પછી બંધ થઈ જશે. અહીં અમે તમને જણાવીશું કે USSD કોડ અને કોલ ફોરવર્ડિંગ સેવા શું છે? સ્કેમર્સ આના દ્વારા તમને કેવી રીતે ટાર્ગેટ કરે છે અને આ સ્કેમર્સછી બચવા માટે સરકારની શું તૈયારી છે?

USSD કોડ શું છે?
USSD કોડ એક શોર્ટ કોડ છે જેને મોબાઈલ યુઝર્સ ફોનનું બેલેન્સ અથવા IMEI નંબર જાણવા માટે ડાયલ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો USSD એક એવી સુવિધા છે જેની મદદથી એક કોડ ડાયલ કરીને અનેક સેવાઓને કોઈ નંબર પર એક્ટિવ કે ઈનએક્ટિવ કરી શકાય છે. IMEI નંબર પણ USSD કોડની મદદથી જાણી શકાય છે.

કોલ ફોરવર્ડિંગ સેવા કેવી રીતે કામ કરે છે?
કોલ ફોરવર્ડિંગ સેવા દ્વારા, તમારા મોબાઇલ નંબર પર આવતા કોલ્સ અથવા મેસેજને કોઈપણ અન્ય નંબર પર ફોરવર્ડ કરી શકાય છે. જો યુઝર્સ *401# ડાયલ કર્યા પછી અજાણ્યા નંબર પર કોલ કરે છે, તો યુઝર્સના મોબાઇલ પર પ્રાપ્ત થયેલા તમામ કોલ કોલરના સ્કેનર ફોન પર 'ફોરવર્ડ' કરવામાં આવે છે. એટલે કે, તમારા કોલ-મેસેજની એક્સેસ કોઈ બીજાના હાથમાં જતી રહે છે. આ એવી પદ્ધતિ છે જેનો સ્કેમર્સ અત્યારે ઘણો ઉપયોગ કરી રહ્યા છે. ટેલિકોમ વિભાગે લોકોને આ અંગે ચેતવણી આપી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્કેમર્સ USSD કોડ *401# દ્વારા ઓનલાઈન ફ્રોડ કરી રહ્યા છે.

આ રીતે લોકોનો શિકાર બને છે સ્કેમર્સ
કોલ ફોરવર્ડિંગ ફીચર દ્વારા તમારા નંબર પર આવતા મેસેજ, કોલ અન્ય કોઈ નંબર પર ફોરવર્ડ કરી શકાય છે. સ્કેમર્સ લોકોને ફોન કરીને કહે છે કે તેઓ તેમની ટેલિકોમ કંપની સાથે વાત કરી રહ્યા છે. તેઓ એમ પણ કહે છે કે કંપનીએ જોયું છે કે તમારા નંબર પર નેટવર્કની સમસ્યા છે. આને દૂર કરવા માટે એક નંબર ડાયલ કરો અને આ USSD નંબર કોલ ફોરવર્ડિંગ માટે છે. USSD કોડ એન્ટર કર્યા પછી બધા મેસેજ અને કોલ્સ સ્કેમરના ફોન પર ફોરવર્ડ કરવામાં આવે છે, જેના પછી તેઓ OTP માગીને તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટની એક્સેસ પણ લઈ શકે છે. કોલ ફોરવર્ડ કરીને, તમારા નામ અને નંબર પર અન્ય સિમ કાર્ડ પણ જારી કરી શકાય છે.

આ સમાચાર શેર કરો