Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Google will build a modern data center from old smartphones!

VIDEO: Tech News / Google જૂના સ્માર્ટફોનમાંથી બનાવશે આધુનિક ડેટા સેન્ટર! જાણો શું છે 'ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ'?

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂના સ્માર્ટફોનને ભંગાર સમજવાની ભૂલ ન કરતા, હવે તે એક મહત્વપૂર્ણ કમ્પ્યુટિંગ સિસ્ટમ બની શકે છે. વાસ્તવમાં, ગૂગલ જૂના સ્માર્ટફોનને લો-કાર્બન કમ્પ્યુટિંગ ક્લસ્ટરમાં બદલવાની યોજના બનાવી રહ્યું છે.  માહિતી અનુસાર, કંપની જૂના સ્માર્ટફોનના કમ્પ્યુટિંગ હાર્ડવેરને બહાર કાઢીને તેનો ઉપયોગ ક્લાઉડ એપ્લિકેશન અને રિસર્ચ વર્કલોડ  તરીકે કરવા માંગે છે. સરળ શબ્દોમાં સમજીએ તો, કંપની જૂના સ્માર્ટફોનની ચિપ, મેમરી અને સ્ટોરેજને બહાર કાઢીને એવા હજારો ડિવાઇસને એકબીજા સાથે જોડવા માંગે છે. આવું કરીને તેને એક નાનકડા ડેટા સેન્ટરની જેમ ઉપયોગમાં લેવામાં આવશે.

App Store

ગૂગલે આ માટે અમેરિકાની એક યુનિવર્સિટીની રિસર્ચ ટીમ સાથે હાથ મિલાવ્યા છે અને તેને આ કામ માટે તૈયાર કરી છે. બંને મળીને રિસર્ચ કરી રહ્યા છે કે કેવી રીતે હજારો નકામા થઈ ગયેલા  સ્માર્ટફોન્સને એક નવા પ્રકારના કમ્પ્યુટિંગ પ્લેટફોર્મમાં ફેરવી શકાય. જો બધું બરાબર રહ્યું તો, આ પ્રોજેક્ટ હેઠળ આવનારા સમયમાં અંદાજે ૨,૦૦૦ જૂના પિક્સલ (Pixel) સ્માર્ટફોન્સથી બનેલી સિસ્ટમ એક ડેટા સેન્ટર તરીકે કામ કરી શકે છે.

ગૂગલનો આ પ્રોજેક્ટ કેવી રીતે કામ કરશે?

ગૂગલે તેના આ આગામી પ્રોજેક્ટને 'ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ' નામ આપ્યું છે. ઓફિશિયલ બ્લોગમાં ગૂગલે જણાવ્યું છે કે રિસર્ચર્સ સ્માર્ટફોનમાંથી ડિસ્પ્લે, બેટરી, કેમેરા અને બહારની બોડી જેવી વસ્તુઓ અલગ કરી દેશે. ત્યારબાદ માત્ર મધરબોર્ડ બચશે, જેમાં પ્રોસેસર, મેમરી અને સ્ટોરેજ હાજર હોય છે. ઘણા બધા સ્માર્ટફોનના મધરબોર્ડને એકબીજા સાથે કનેક્ટ કરીને તેમાં લિનક્સ (Linux) ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. એકવાર બધા ડિવાઇસ કનેક્ટ થઈ ગયા પછી, તેને ક્લસ્ટરના રૂપમાં ગોઠવી શકાશે.

આ તમામ ડિવાઇસને 'કુબરનેટિસ' (Kubernetes) પ્લેટફોર્મ દ્વારા મેનેજ કરી શકાશે, જેનો એડવાન્સ્ડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઉપયોગ થઈ શકશે. લગભગ ૨૫ થી ૫૦ સ્માર્ટફોનનું એક ક્લસ્ટર હશે, જે ચોક્કસ કાર્યો માટે આજના આધુનિક સર્વર જેટલી કમ્પ્યુટિંગ પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવી શકે છે. રિસર્ચર્સ સેંકડો કે હજારો ડિવાઇસને એકબીજા સાથે કનેક્ટ કરીને એવું પ્લેટફોર્મ તૈયાર કરવા માંગે છે, જે ક્લાઉડ બેઝ્ડ સર્વિસ આપી શકે.

ગૂગલનું માનવું છે કે કમ્પ્યુટિંગનું કાર્બન ફૂટપ્રિન્ટ મુખ્યત્વે બે સોર્સમાંથી આવે છે. પહેલું- સિસ્ટમ ચલાવતી વખતે વપરાતી વીજળી અને બીજું- નવા હાર્ડવેરના ઉત્પાદન દરમિયાન. આવી સ્થિતિમાં, કંપની જૂના હેન્ડસેટનો ઉપયોગ કરીને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માંગે છે. રિસર્ચ ટીમ ૨,૦૦૦ સ્માર્ટફોનનું એક કમ્પ્યુટિંગ ક્લસ્ટર બનાવવા તરફ કામ કરી રહી છે. તેનો ઉપયોગ સિસ્ટમ પ્રોગ્રામિંગ અને કમ્પ્યુટિંગમાં કરવામાં આવશે.