મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

વિશ્વભરમાં Google સર્વિસ ખોરવાઈ; સમાચાર, સર્ચ અને ટ્રેન્ડસ પર અસર

લાખો વપરાશકર્તાઓ Googleની કેટલીક સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. જો કે, ગૂગલ સર્ચ કામ કરી

વિશ્વભરમાં Google સર્વિસ ખોરવાઈ; સમાચાર, સર્ચ અને ટ્રેન્ડસ પર અસર

લાખો વપરાશકર્તાઓ Googleની કેટલીક સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. જો કે, ગૂગલ સર્ચ કામ કરી રહ્યું છે.

શુક્રવારે સાંજે કેટલીક Google સેવાઓ પ્રભાવિત થઈ હતી. ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે ગૂગલ ન્યૂઝ કામ કરી રહ્યું નથી. આમાં સમાચાર, ટ્રેન્ડસ અને Google Newsનું હોમ પેજ શામેલ છે. માહિતી સામે આવી રહી છે કે ગૂગલ ડિસ્કવરનું હોમ પેજ ફીડ અને ગૂગલ ટ્રેન્ડ્સ પણ કામ કરી રહ્યા નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ગૂગલ ન્યૂઝ ટેબની વાત કરીએ તો તેમાં યુઝર્સને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ઘણી વખત સર્ચ કર્યા બાદ તેમને મેસેજ મળ્યો ‘એરર'. સર્ચ એન્જિનના પર્સનલાઇઝ્ડ કન્ટેન્ટ ફીડ 'Google ડિસ્કવર' વિશે વાત કરીએ તો યુઝર્સને 'સમથિંગ ગોન વ્રોન્ગ' અને 'કોઈ સ્ટોરીઝ ઉપલબ્ધ નથી, પછીથી ફરી પ્રયાસ કરો' જેવા મેસેજ મળ્યા.

જીમેલ અને ગૂગલ મેપ્સ પણ પ્રભાવિત થયા

DownDetector અનુસાર, કેટલાક દેશોમાં Gmail, Google સર્ચ અને Google Mapsની સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ડાઉનડિટેક્ટરે ઘણા અહેવાલોનો અભ્યાસ કર્યા પછી ડેટા જાહેર કર્યો. આ મુજબ, શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી 65 ટકા લોકોએ ગૂગલ સંબંધિત વેબસાઇટ્સ એક્સેસ કરવા સંબંધિત માહિતી શેર કરી છે. 31 ટકા વપરાશકર્તાઓએ ગૂગલ સર્ચનો ઉપયોગ કરવાની માહિતી શેર કરી છે અને ચાર ટકા વપરાશકર્તાઓએ લોગ ઇન કરવામાં મુશ્કેલી થવાની માહિતી શેર કરી છે.

આ સમાચાર શેર કરો