મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

પહેલી વખત આ પ્રકારના ઇંધણથી લોન્ચ કરાયું રોકેટ, જર્મન સ્પેસ એજેન્સીએ કર્યું સફળ પરીક્ષણ

એક જર્મન કંપનીએ પ્રથમવાર મીણબત્તીમાં ઉપયોગમાં લેવાતા મીણની ઉર્જા વડે અંતરિક્ષમાં રોકેટ મોકલવામાં

પહેલી વખત આ પ્રકારના ઇંધણથી લોન્ચ કરાયું રોકેટ, જર્મન સ્પેસ એજેન્સીએ કર્યું સફળ પરીક્ષણ

એક જર્મન કંપનીએ પ્રથમવાર મીણબત્તીમાં ઉપયોગમાં લેવાતા મીણની ઉર્જા વડે અંતરિક્ષમાં રોકેટ મોકલવામાં સફળતા મેળવી છે. આ સફળતા નાના કારોબારીઓ માટે ઓછા ખર્ચે અંતરિક્ષમાં ઉપગ્રહ મોકલવાની દિશામાં મહત્ત્વની છે. આ રોકેટ 7 મેના રોજ સવારે 5 વાગે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં કૂનીબ્બા ખાતેની લોન્ચ સાઈટ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનું નામ એઆર 75 રાખવામાં આવ્યું છે. પરીક્ષણમાં ઉપયોગમાં લેવાયેલું રોકેટ 12 મીટર લંબાઈ ધરાવે છે. આ રોકેટની મદદથી 250 કિલો વજન 250 કિમી દૂર અવકાશમાં લઈ જઈ શકાય છે. 

દરિયાની સપાટીથી 100 કિમી ઉંચાઈ પર અંતરિક્ષની સીમા શરૂ થાય છે. આ રોકેટમાં ઉર્જા માટે પેરાફીન એટલે કે મીણબત્તી અને તરલ ઓકિસજનનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઇંધણ રોકેટમાં વાપરવા માટે માઈનસ 432 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ કરવામાં આવે છે. રોકેટ તૈયાર કરવાના જર્મન સ્પેસ એજન્સી ડીએલઆરના સ્ટાર્ટઅપમાં 65 લોકો કામ કરી રહ્યા છે.

આ સ્પેસ એજન્સીને અગાઉ અંતરિક્ષમાં ઉપગ્રહો મોકલવાના અંદાજે 10 કરોડ યુરોના ઓર્ડર મળી ચુકયા છે. ઉપગ્રહ મોકલવા માટે રોકેટમાં હાઇડ્રોજનના સ્થાને પેરાફીનનો ઉપયોગ કરવાનો એક માત્ર હેતું ઇંધણનો  ખર્ચ બચાવવાનો છે. પેરાફીન ઇંધણથી આવનારા સમયમાં ઇંધણ ખર્ચમાં 50 ટકા જેટલો ઘટાડો થશે. વર્તમાન સમયમાં ભારતની ઈસરો અને ઈલોન મસ્કની કંપની સ્પેસએકસ ઓછી કિંમતે સર્વિસ આપી રહી છે.

અમેરિકા,રશિયા,યુરોપ અને ચીન પણ ઉપગ્રહ લોન્ચિંગ માર્કેટમાં નામ ધરાવે છે. જર્મન વેબસાઇટ ડીડબ્લ્યુના જણાવ્યા અનુસાર મોટા ભાગના પ્રોજેકટ ખાનગી નાણાથી શરૂ કરવામાં આવ્યા છે. સાર્વજનિક નાણા અલ્પ પ્રમાણમાં જ મળ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી વ્યવસાયિક ધોરણે ઉપગ્રહોની માંગ વધતી જાય છે. વર્ષ 2000થી 2010 દરમિયાન 70થી 110 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા, તેની સંખ્યા 2011થી 2019 સુધીમાં વધીને 586 જેટલી થઈ હતી. 2020થી અત્યાર સુધીમાં દર વર્ષે 1 હજારથી વધુ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો