મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

લેપટોપનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાનો હોય, તો ફોલો કરો આ 7 ટિપ્સ

આજકાલ, લેપટોપ આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કામ હોય, અભ્યાસ હોય કે મનોરંજન, દરેક વ

લેપટોપનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાનો હોય, તો ફોલો કરો આ 7 ટિપ્સ

આજકાલ, લેપટોપ આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કામ હોય, અભ્યાસ હોય કે મનોરંજન, દરેક વસ્તુ માટે આપણે લેપટોપનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ લેપટોપનું આયુષ્ય વધારવા માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જાણીએ તે ટિપ્સ વિશે જે તમારા લેપટોપને લાંબા સમય ચલાવવામાં મદદ કરશે.

દિવસભર લેપટોપનો ઉપયોગ કરવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

જો તમે આખો દિવસ લેપટોપનો ઉપયોગ કરતા હોવ તો તેને સતત ચાલુ રાખો. તેને વારંવાર ચાલુ અને બંધ ન કરો. લેપટોપનું કામ પૂરું થઈ જાય તો તેને બંધ કરીને ઠંડી જગ્યાએ રાખો. લેપટોપના પંખા અને વેન્ટ સાફ રાખો. જો વેન્ટ્સમાં વધુ પડતી ધૂળ એકઠી થાય છે, તો તે હવાના પ્રવાહમાં અવરોધ લાવી શકે છે અને ઓવરહિટીંગની સમસ્યા ઊભી કરી શકે છે. 

લેપટોપને સપાટ સપાટી પર મૂકો. મોટા ભાગના લેપટોપમાં સાઈડમાં અથવા નીચે હવાના વેન્ટ હોય છે. જો તમે તેને અસમાન સપાટી પર, જેમ કે ઓશીકા અથવા પલંગ, પર લાંબા સમય સુધી છોડી દેશો, તો તે વધુ ગરમ થઈ જશે.

બેટરી સેવિંગ મોડનો ઉપયોગ કરો

લેપટોપની બેટરી લાઈફ વધારવા માટે, પાવર સેટિંગ્સ પર જાઓ અને બેટરી સેવિંગ મોડ ચાલુ કરો. આ લેપટોપની બ્રાઈટનેસ અને બેકગ્રાઉન્ડ એક્ટિવિટી ઘટાડશે, જે બેટરીનો વપરાશ ઘટાડે છે. નિયમિતપણે બેટરી ચાર્જ કરો અને વધુ પડતા ચાર્જિંગને ટાળો.

બ્રાઈટનેસ ઓછી રાખો

સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી રાખવાથી તમારી આંખોને આરામ તો મળે જ છે સાથે બેટરી પણ લાંબી ચાલે છે. ઉપરાંત, લેપટોપને નિયમિતપણે સાફ કરો, જેથી ધૂળ અને ગંદકી એકઠી ન થાય. આ સિવાય મહત્વપૂર્ણ ડેટાને હાર્ડ ડિસ્કમાં સેવ કરો. આ તમારા લેપટોપના આંતરિક સ્ટોરેજ પરનો બોજ ઘટાડશે અને તેની આયુષ્ય વધારશે.

બેકગ્રાઉન્ડ એપ્લિકેશનો બંધ કરો

તમારા લેપટોપ પર બેકગ્રાઉન્ડમાં ચાલતી કોઈપણ બિનજરૂરી એપ્સ અથવા પ્રોગ્રામ્સને બંધ કરો. આનાથી લેપટોપની કામગીરીમાં સુધારો થશે અને બેટરીનો વપરાશ પણ ઘટશે. લેપટોપની વોરંટીનું ધ્યાન રાખો અને જરૂર પડે તો વોરંટીનો લાભ લો.

વાયરલેસ કનેક્શનનો યોગ્ય રીતે ઉપયોગ કરો

જરૂર પડે ત્યારે જ Wi-Fi, Bluetooth વગેરે ચાલુ કરો. આ કનેક્શન બેટરીનો વપરાશ વધારે છે. લેપટોપ સોફ્ટવેરને નિયમિતપણે અપડેટ કરો જેથી સિક્યોરીટી તેમજ પરફોર્મન્સ બહેતર બને. આ સાથે તમારા લેપટોપની ઓપરેટિંગ સિસ્ટમ, ડ્રાઈવર અને સોફ્ટવેરને સમયાંતરે અપડેટ કરતા રહો. અપડેટ્સ તમારા લેપટોપનું પરફોર્મન્સ સુધારે છે અને સિક્યોરીટીમાં પણ સુધારો કરે છે.

ઓવરહિટીંગ ટાળો

લેપટોપને વધુ ગરમ થવાથી બચાવવા માટે, તેને હંમેશા સખત અને સપાટ સપાટી પર રાખો. જો લેપટોપ વધુ ગરમ થઈ રહ્યું હોય તો કૂલિંગ પેડનો ઉપયોગ કરો. લેપટોપને વધુ ગરમ થવાથી બચાવવા માટે હીટિંગને નિયંત્રિત કરો. લેપટોપને સીધા સૂર્યપ્રકાશ અથવા ગરમી હોય તેવી જગ્યાએ ન રાખો. તેને વેન્ટિલેટેડ જગ્યાએ રાખો, જેથી હવાનો પ્રવાહ રહે અને તે વધારે ગરમ ન થાય.

રેમ અને સ્ટોરેજનું ધ્યાન રાખો

લેપટોપની રેમ અને સ્ટોરેજ નિયમિતપણે તપાસો અને બિનજરૂરી ફાઈલો, સોફ્ટવેર અને કેશ દૂર કરો. આ લેપટોપની સ્પીડ અને બેટરી લાઈફ બંનેમાં સુધારો કરશે. લેપટોપના હાર્ડવેરની પણ નિયમિત તપાસ કરો અને જો જરૂરી હોય તો તેને બદલો.

સ્લીપ મોડનો ઉપયોગ કરો

જો તમે થોડા સમય માટે લેપટોપનો ઉપયોગ કરવાનું બંધ કરી રહ્યા છો, તો તેને સ્લીપ મોડમાં મૂકો. આનાથી બેટરીનો વપરાશ ઓછો થશે અને લેપટોપ તાત્કાલિક ઉપયોગ માટે તૈયાર થઈ જશે. લેપટોપનો ઉપયોગ મર્યાદિત કરો અને શક્ય હોય તો થોડા-થોડા સમયે બ્રેક લો.

આ સમાચાર શેર કરો