મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ફરી એકવાર ડાઉન થયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, દુનિયાભરના યુઝર્સ પરેશાન

પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ડાઉન થવાની માહિતી સામે આવી રહી છે. વ

ફરી એકવાર ડાઉન થયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, દુનિયાભરના યુઝર્સ પરેશાન

પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ડાઉન થવાની માહિતી સામે આવી રહી છે. વિશ્વભરના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સે બંને પ્લેટફોર્મ કામ ન કરવા અંગે ફરિયાદ કરી રહ્યા છે. 18 હજારથી વધુ ફરિયાદો મળી છે. યુઝર્સને લોગ ઈન કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ બંને પ્લેટફોર્મ એક્સેસ કરવા પર માત્ર એક ખાલી પેજ દેખાય છે. જો કે હજુ સુધી મેટા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં સમસ્યા

મેટા હેઠળ આવતા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ફરી એકવાર ડાઉન થઈ ગયા છે. 59 ટકા યુઝર્સને એપ એક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 34 ટકા યુઝર્સ સર્વર કનેક્શન સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે 7 ટકા યુઝર્સને લોગ ઈન કરવામાં સમસ્યા આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજે સવારે 7 વાગ્યાથી ફેસબુક એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. આ સમય દરમિયાન, વૈશ્વિક સ્તરે, યુઝર્સના એકાઉન્ટ્સ આપમેળે લોગ આઉટ થઈ રહ્યા છે.

યુઝર્સે X પર ફરિયાદ કરી

જ્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા યુઝર્સે સૌથી પહેલા X પર ફરિયાદ કરી રહ્યા છે. આ પછી FacebookDown ટ્રેન્ડ થવા લાગ્યું. ઘણા યુઝર્સને મેસેજ એરર અને અને મીડિયા ફાઇલ એરરની ફરિયાદ કરી છે

બંને એપ ડાઉન થવાનું કારણ શું હોઈ શકે?

ઇન્ટરનેટ મોનિટરિંગ કંપનીએ કહ્યું છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડાઉન થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે મેટાના મુખ્ય સેન્ટરમાં સર્વર સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા જલ્દી જ ઠીક થઈ જશે.

આ સમાચાર શેર કરો