મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Whatsapp પર આવેલી લગ્નની કંકોત્રી ભૂલથી પણ ન ખોલતા, પોલીસની વોર્નિંગ

Whatsapp પર આવતા લગ્નની કંકોત્રી અંગે સાવચેત રહેવાની જરૂર છે. સાયબર ગુનેગારો ચતુરાઈથી Whatsapp પર લગ્નની કંકોત

Whatsapp પર આવેલી લગ્નની કંકોત્રી ભૂલથી પણ ન ખોલતા, પોલીસની વોર્નિંગ

Whatsapp પર આવતા લગ્નની કંકોત્રી અંગે સાવચેત રહેવાની જરૂર છે. સાયબર ગુનેગારો ચતુરાઈથી Whatsapp પર લગ્નની કંકોત્રી મોકલીને યુઝર્સ સાથે મોટી છેતરપિંડી કરી રહ્યા છે. આ સ્કેમમાં, હેકર્સે Whatsapp પર વેડિંગ ઈન્વિટેશન મોકલીને યુઝર્સના ફોનમાં ખતરનાક માલવેર મોકલી દે છે. આ સ્કેમને લઈને સાયબર પોલીસે પણ ચેતવણી આપી છે. આ સ્કેમમાં હેકરને યુઝરના ફોનનો સંપૂર્ણ એક્સેસ મળી જાય છે. 

આ પણ વાંચો: સાયબર ફ્રોડ રોકવાની ટેકનિકને જ ગુનેગારોએ બનાવ્યું હથિયાર, આવા ફ્રોડથી રહો સાવધાન

પર્સનલ ડેટા અને બેંક એકાઉન્ટમાંથી પૈસાની ચોરી

રિપોર્ટ અનુસાર, આ Whatsapp સ્કેમમાં હેકર્સ ચતુરાઈથી યુઝર્સને ફેક વેડિંગ ઈન્વિટેશન મોકલી રહ્યાં છે અને તેમના ફોનમાં માલવેર ડાઉનલોડ કરાવી રહ્યા છે. આ હેકર્સ નકલી વેડિંગ ઈન્વિટેશનમાં મલીશિયસ APK ફાઈલ મોકલે છે. જ્યારે તે ફોનમાં ડાઉનલોડ થાય છે, ત્યારે આ ફાઈલો ડિવાઈઝમાં માલવેર દાખલ કરે છે, જેના કારણે હેકરને ફોનમાં સંપૂર્ણ એક્સેસ મળે છે. આ માલવેરની મદદથી હેકર તમારા ફોનમાંથી માત્ર મેસેજ જ નથી કરી શકતા પરંતુ તમારો પર્સનલ ડેટા અને તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ચોરી શકે છે.

ફોનમાં રહેલા કોન્ટેક્ટ્સ પાસેથી પૈસાની માંગણી

ચિંતાની વાત એ છે કે ફોન એક્સેસ કર્યા બાદ હેકર ફોનમાં હાજર કોન્ટેક્ટ્સને તમારા બદલે મેસેજ કરે છે અને તેમની પાસેથી પૈસાની માંગણી કરે છે. સાયબર પોલીસે યુઝર્સને Whatsapp પર અજાણ્યા નંબરોથી આવતા વેડિંગ ઈન્વિટેશનથી સાવધાન રહેવા કહ્યું છે. પોલીસે યુઝર્સને સલાહ આપી છે કે અજાણ્યા નંબર પરથી મળેલા મેસેજમાં આપેલી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.

1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવો

જો તમારી સાથે આવી કોઈ છેતરપિંડી થાય છે, તો તમારે તેની તાત્કાલિક સાયબર ક્રાઈમ યુનિટને જાણ કરવી જોઈએ. તમે ફરિયાદ નોંધાવવા માટે 1930 પર કોલ કરી શકો છો. આ સિવાય જો તમે ઈચ્છો તો https://cybercrime.gov.in પર જઈને પણ જાણ કરી શકો છો.

આ સમાચાર શેર કરો