Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Don't let a room heater become a danger to your life

રૂમ હીટર ન બની જાય તમારા જીવ માટે જોખમી, ઉપયોગ કરતી વખતે રાખો આ વાતનું ખાસ ધ્યાન

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2024
લાઇવ ટીવીGoogle News
રૂમ હીટર ન બની જાય તમારા જીવ માટે જોખમી, ઉપયોગ કરતી વખતે રાખો આ વાતનું ખાસ ધ્યાન

જો રૂમ હીટરનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત શકે છે. કારણ કે આ દિવસોમાં રૂમ હીટરના ઉપયોગને કારણે મૃત્યુના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં 86 વર્ષીય નિવૃત્ત મહિલાનો મૃતદેહ તેના ઘરના બેડરૂમમાં પડેલો મળ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રૂમમાં રૂમ હીટર ચાલુ કર્યા બાદ તે ઊંઘી ગઈ હતી. હીટરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ ગેસ તેના મૃત્યુનું કારણ માનવામાં આવે છે.

App Store

શિયાળામાં લોકો ઘણીવાર તેમના બેડરૂમમાં હીટર અથવા બ્લોઅર ચાલુ રાખીને સૂઈ જાય છે. રૂમ હીટર મિનિટોમાં રૂમને ગરમ કરી દે છે પરંતુ તેની સ્વાસ્થ્ય પર ઘણી આડઅસર પણ થાય છે. જો લાંબા સમય સુધી સતત ઉપયોગ કરવામાં આવે તો ઘણા કિસ્સાઓમાં તે મારી પણ શકે છે. તેથી તેના ઉપયોગમાં સાવચેતી રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કે જો તમે રૂમ હીટરનો ઉપયોગ કરો છો તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ…

આ પણ વાંચો : સ્માર્ટફોનની સ્ક્રીન પરના તમામ સ્ક્રેચ ગાયબ થઈ જશે, ઘરે જ અજમાવો આ સરળ રીત

- રૂમ હીટરનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે સાફ કરી લો. તેનાથી તેમાં ફસાયેલી ધૂળ દૂર થશે અને હીટરનો ઉપયોગ કરતી વખતે દુર્ગંધ પણ નહીં આવે.

- બંધ રૂમમાં લાંબા સમય સુધી રૂમ હીટર અથવા બ્લોઅર ચલાવવાનું ટાળો. હીટર ચલાવવાથી કાર્બન મોનોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય છે જે ઝેરી ગેસ હોય છે. જો રૂમ બંધ હશે તો તેમાં ઓક્સિજનનો અભાવ રહશે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી હીટર ચલાવવાથી તમને ગૂંગળામણ થઈ શકે છે.

- દિવસ હોય કે રાત હીટર ચાલુ રાખીને સૂવાનું ટાળવું જોઈએ. સૂતા પહેલા હીટર બંધ કરો અને તેને બાળકોથી દૂર એવી જગ્યાએ રાખો.

- હીટર ચલાવતી વખતે ધ્યાનમાં રાખો કે રૂમની બારી સંપૂર્ણપણે બંધ ન હોય. ઓરડામાં તાજી હવાના વેન્ટિલેશન માટે જગ્યા બનાવો. હીટર ચલાવતી વખતે તમે બારીઓ સહેજ ખુલ્લી છોડી શકો છો.

- ધ્યાન રાખો કે હીટરની આસપાસ પ્લાસ્ટિકની થેલી, કાગળ કે એવી કોઈ જ્વલનશીલ વસ્તુ રાખવામાં ન રાખો. આના કારણે ઈજા થવાનું જોખમ રહેલું છે.

- જો તમારા ઘરમાં અસ્થમા કે શ્વસન સંબંધી કોઈ દર્દી હોય તો તેમના રૂમમાં હીટર ચલાવવાનું ટાળો. અસ્થમાના દર્દીઓને હીટરની સમસ્યા થઈ શકે છે.