ઉનાળામાં ભૂલથી પણ કારની અંદર ન રાખો આ 3 વસ્તુઓ, બોમ્બની જેમ ફૂટશે
ઉનાળામાં દરેક કાર માલિક સામાન્ય રીતે કેબિનના તાપમાનમાં વધારો થવાની સમસ્યા

ઉનાળામાં દરેક કાર માલિક સામાન્ય રીતે કેબિનના તાપમાનમાં વધારો થવાની સમસ્યાનો સામનો કરતા હોય છે. વાસ્તવમાં ઉનાળા દરમિયાન તડકામાં પાર્ક કરેલી કારની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં ઘણું વધારે હોય છે. ઉનાળામાં ભારતમાં તાપમાન 40થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી જતું રહેતું હોય છે, જે કારની અંદર એના કરતા પણ વધારે હોય છે. આવી સ્થિતિમાં તમારે કારની અંદર કેટલીક વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ. ચાલો તમને એવી ત્રણ વસ્તુઓ વિશે જણાવીએ જેમાં તાપમાન વધવા પર વિસ્ફોટ થઈ શકે છે.
સિગારેટ લાઇટર
સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી, એવું સૂચન કરવામાં આવે છે કે વ્યક્તિએ સિગારેટ ન પીવી જોઈએ. જોકે, જો તમારી પાસે સિગારેટ લાઇટર હોય તો તેને કારની અંદર રાખવાનું ટાળો. વાસ્તવમાં, જો તમારી કાર તડકામાં પાર્ક કરેલી હોય અને તેની અંદર લાઈટર રાખવામાં આવે તો તાપમાન વધે તો લાઈટર આગ પકડી શકે છે. કારણ કે તેમાં ઇંધણ હોય છે, તેના વિસ્ફોટથી કારમાં ગંભીર આગ લાગી શકે છે.
પાવર બેંક
ઘણા લોકો પાવર બેંક પોતાની સાથે રાખે છે. જોકે, કારમાં મુસાફરી કરતી વખતે પાવર બેંકની જરૂર નથી પડતી, પરંતુ જ્યારે તમે કાર નથી ચલાવતા ત્યારે તેની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પાવર બેંક સાથે રાખો છો, તો તેને તડકામાં પાર્ક કરેલી કારની અંદર ન મૂકો. વાસ્તવમાં, પાવર બેંકમાં એક બેટરી છે, જે તાપમાનમાં વધારો થવાને કારણે આગ પકડી શકે છે અને તેમાં વિસ્ફોટ થઈ શકે છે. જેના કારણે કારમાં આગ પણ લાગી શકે છે.
મોબાઇલ અથવા લેપટોપ
મોબાઈલ કે લેપટોપને તડકામાં પાર્ક કરેલી કારની અંદર ન રાખવું જોઈએ કારણ કે તેની અંદર પણ બેટરી હોય છે, જે તાપમાનમાં વધારો થવાને કારણે આગ પકડી શકે છે. જેના કારણે આ વસ્તુઓમાં વિસ્ફોટ થઈ શકે છે અને કારમાં આગ પણ લાગી શકે છે. આ સિવાય મોબાઈલ અને લેપટોપ મોંઘી વસ્તુઓ છે. જો આને કારની અંદર છોડી દેવામાં આવે તો, ચોર કાર તોડીને તે લૂટી પણ શકે છે.






