Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Be careful after buying a new smartphone! A new scam is going on, your mobile can go out of your hands

VIDEO: Tech/ નવો સ્માર્ટફોન ખરીદ્યા બાદ રહો સાવધાન! ચાલી રહ્યો છે નવો સ્કેમ, હાથમાંથી જઈ શકે છે તમારો મોબાઈલ 

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આજકાલ સ્કેમર્સ નવો સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ઓનલાઇન સુરક્ષા કંપની McAfeeના જાન્યુઆરી, 2026ના 'સ્ટેટ ઓફ ધ સ્કેમિવર્સ'ના રિપોર્ટ અનુસાર, અમેરિકનોને હવે દરરોજ સરેરાશ 14 સ્કેમ મેસેજ આવે છે. આ કારણે લોકોએ નવા-નવા સ્કેમ વિશે જાણકારી રાખવી જોઈએ જેથી તેઓ સુરક્ષિત રહી શકે. હાલમાં એક નવો સ્કેમ ચાલી રહ્યો છે, જે એવા લોકોને નિશાન બનાવે છે જેમણે તાજેતરમાં જ નવો ફોન ઓર્ડર કર્યો છે. McAfeeના ઓનલાઇન સુરક્ષા નિષ્ણાત સેન્ડ્રા ગ્લેડિંગે આ નવા સ્કેમ વિશે માહિતી આપી છે. ઉતાવળને કારણે લોકો સ્કેમર્સની જાળમાં ફસાઈ રહ્યા છે. તેથી, ધીરજ અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીને આનાથી બચી શકાય છે.

App Store

તમારા ફોનમાં ખામી છે - સ્કેમર્સ

rd.comના અહેવાલ મુજબ, જ્યારે તમે નવો ફોન ઓર્ડર કરો છો, ત્યારે સ્કેમર તમને કેરિયર સર્વિસ (ફોન સેવા આપતી કંપની) વતી ફોન અથવા મેસેજ કરે છે. સ્કેમર્સ પાસે તમારું નામ, સરનામું અને ડિવાઇસનો મોડેલ નંબર જેવી તમામ વિગતો હશે. તેઓ તમને જણાવશે કે તમારા ઓર્ડરમાં કોઈ સમસ્યા છે.

સ્કેમર્સ પાસે હશે તમારી બધી માહિતી

ગ્લેડિંગનું કહેવું છે કે આ સ્કેમ એટલા માટે વધુ સફળ છે કારણ કે લોકોને સ્કેમર્સની વાતો સાચી લાગે છે. સ્કેમર્સની વાતો સાંભળીને લોકોને લાગે છે કે તેમણે તરત જ કોઈ પગલું ભરવું જોઈએ. ઉતાવળમાં લોકો કોઈ તપાસ કરતા નથી.

ડિવાઇસ પરત કરવા માટે કહેવામાં આવશે

સ્કેમર દાવો કરશે કે શિપિંગમાં કોઈ ભૂલ થઈ છે અથવા ઇન્વેન્ટરીમાં કોઈ સમસ્યા આવી છે અને તેઓ તમને ફોન પરત કરવા માટે કહેશે, જેથી તમને સાચું ડિવાઇસ મળી શકે. સ્કેમર્સ એમ પણ કહી શકે છે કે ડિવાઇસ પરત કરવામાં વિલંબ થશે તો તમારે દંડ ભરવો પડી શકે છે.

QR કોડ સ્કેન કરવા માટે કહેશે સ્કેમર્સ

પછી તેઓ તમને ઈમેલ દ્વારા પ્રીપેડ રિટર્ન લેબલ મોકલવા માટે કહેશે અથવા તમને QR કોડ સ્કેન કરવાનું કહેવામાં આવશે, જેથી તમે લેબલ પ્રિન્ટ કરીને ફોનને શિપિંગ ડ્રોપ-ઓફ પોઈન્ટ પર લઈ જઈ શકો. આ રીતે સ્કેમર્સ ફોન લીધા પછી ક્યારેય પાછો આપતા નથી.

સ્કેમથી કેવી રીતે બચવું?

આ પ્રકારના સ્કેમથી બચવા માટે સૌથી પહેલા એ કન્ફર્મ કરો કે ફોન ક્યાંથી આવ્યો છે.

એ વાત પર ધ્યાન આપો કે ખરેખર તમારા ફોનમાં કોઈ ખામી છે કે નહીં.

સ્કેમર્સના ફોન પછી કંપનીના કસ્ટમર કેર અધિકારીનો સંપર્ક કરો અને આ વિશે પૂછપરછ કરો.

તમે સ્ટોર પર જઈને પણ આ બાબતે માહિતી મેળવી શકો છો.

આ છેતરપિંડીની જાણ કરવા માટે તરત જ તમારા સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કરો અને તેમને ફોનને બ્લેકલિસ્ટ કરવા માટે કહો.