બજાજની સૌથી પાવરફુલ પલ્સર બાઇક 3 મેના રોજ થશે લોન્ચ, પાવર અને ફીચર્સ જોઈને ચોંકી જશો
બજાજ ઓટો આવતા મહિનાની 3જી તારીખે ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં તેની સૌથી આકર્ષક પ્રોડક્ટ લોન્ચ કરવ

બજાજ ઓટો આવતા મહિનાની 3જી તારીખે ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં તેની સૌથી આકર્ષક પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જી હા, બજાજની પલ્સર સીરીઝની સૌથી પાવરફુલ મોટરસાઈકલ 3 મેના રોજ લોન્ચ થવા જઈ રહી છે, જેનું નામ પલ્સર NS400 હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બજાજ પલ્સર NS400 400 સીસી મોટરસાઇકલ સેગમેન્ટમાં સૌથી સસ્તો વિકલ્પ બની શકે છે. અને તે હાર્લી ડેવિડસન X440, રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 411 સહિત અન્ય લોકપ્રિય મોટરસાઇકલને સ્પર્ધા આપશે.
શક્તિશાળી એન્જિન
બજાજ ઓટોએ હજુ સુધી તેની સૌથી પાવરફુલ પલ્સર બાઇક વિશે વધુ માહિતી આપી નથી, પરંતુ જે પણ માહિતી બહાર આવી રહી છે તે મુજબ બજાજ પલ્સર NS400માં ડોમિનાર 400 જેવું જ 373 cc લિક્વિડ-કૂલ્ડ 4-સ્ટ્રોક DTS-Fi એન્જિન હો શકે છે. જે લગભગ 40 બીએચપીનો પાવર અને 35 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન સાથે 6-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપ આસિસ્ટ ક્લચ મળી શકે છે. બજાજની આવનારી પલ્સર NS400ની માઈલેજ 47 kmpl સુધીની હોઈ શકે છે.
દેખાવ અને સુવિધાઓ
જો આપણે બજાજ પલ્સર NS400 ની સંભવિત વિશેષતાઓ અને લુક વિશે વાત કરીએ, તો તેમાં LED હેડલાઇટ, ટેલલાઇટ અને ટર્ન ઇન્ડિકેટર્સ, સ્પ્લિટ સીટ, સ્પ્લિટ ગ્રેબ રેલ, બંને ટાયરમાં ડિસ્ક બ્રેક્સ, ડ્યુઅલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) નો સમાવેશ થશે. ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્માર્ટફોન કનેક્ટિવિટી, ગિયર ઈન્ડિકેટર, નેવિગેશન, યુએસબી ચાર્જિંગ પોર્ટ સહિત ઘણી વધુ સુવિધાઓ જોઈ શકાય છે, જે તેને તેના સેગમેન્ટમાં એક ખાસ બાઇક બનાવી શકે છે.






