Tech: શું તમે પણ હવે Ghibli ટ્રેન્ડથી કંટાળ્યા? તો METAનું આ AI ફીચર કરો ટ્રાય

થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર એઆઇ જનરેટેડ Ghibli સ્ટાઇલની ઇમેજ શેર કરવાનો ટ્રેન્ડ ખુબ ચાલ્યો હતો. જેમાં લોકો અલગ અલગ કમાન્ડ આપીને નવી નવી ઈમેજ જનરેટ કરતા હતા. અને અલગ અલગ વેશમાં લોકો પોતાના કાર્ટૂન ફોટો બનાવતા હતા. એવી જ રીતે, હવે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક જેવાં મેટા કંપનીના પ્લેટફોર્મ્સ પર તમને જૂના અને જાણીતા લોકો તદ્દન અલગ અંદાજમાં જોવા મળે તો નવાઈ ન પામશો. કારણ કે, Meta કંપનીએ 'Imagine Me' નામનું તેનું નવું AI ફીચર ભારતમાં લોન્ચ કરી દીધું છે.
શું છે Metaનું આ 'Imagine Me'
AIના 'Imagine Me' ફીચરની મદદથી યૂઝર્સ વિવિધ સ્ટાઇલ અને સેટિંગ્સમાં તેમની પોતાની Personalized ઇમેજ તૈયાર કરી શકે છે. આ ફીચર ગયા વર્ષે US સહિત કેટલાક દેશોમાં લોન્ચ થયું હતું. હવે તે ભારતમાં પણ આવી પહોંચ્યું છે. એટલે કે ભારતીયો પણ હવે આ ફીચરનો લાભ ઉઠાવી શકશે.
જાણો કઈ રીતે Use થાય છે આ ફીચર
જો આ ફીચર વિશે જાણીને તમને પણ આનો લાભ લેવાની ઈચ્છા થાય તો કંઈ નવાઈ નથી. અને જો તમે confuse થતા હોવ કે કઈ રીતે આનો Use કરવો તે તેના માટે આ નીચે જણાવેલા સરળ stepsથી તમે પણ આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.
(1) ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપમાં META AIના બ્લૂ સર્કલ પર ક્લિક કરીને AI ચેટ ઓપન કરો.
(2) ચેટબોક્સમાં Imagine Me As કે With જેવું કંઈ પણ લખીને તમારી કલ્પનાને શબ્દોમાં લખી તેને પ્રોમ્પ્ટ આપો.
(3) જો તમારા સુધી આ ફીચર પહોંચી ગયું હશે તો તે એક્ટિવ છે તેવું દર્શાવવા માટે 'ઇમેજિન' શબ્દ બ્લૂ કલરમાં ફેરવાશે.
(4) ત્યારબાદ તમારા પ્રોમ્પ્ટ સાથે તમારે તમારો કોઈ ફોટોગ્રાફ આપવાનો થશે.
જો તમે ઇચ્છો તો Imagine Me As A Astronautકે Imagine Me As A Cricketer જેવો કોઈ પણ પ્રોમ્પ્ટ આપી શકો છો. તેની સાથે સાથો તમારે પોતાનો ફોટો પણ અપલોડ કરવો પડશે.
તમારા ફોટોગ્રફથી વધુ સારી રીતે કરશે કામ
જો તમારે વધુ સારું રિઝલ્ટ જોઈતું હોય તો તમારે તમારા વધુ ફોટોગ્રાફ આપવાના રહેશે. એકથી વધુ ફોટોગ્રાફ્સ આપશો તો આ AI ફીચરને આપણા પ્રોમ્પ્ટ અનુસાર ઇમેજને નવો લૂક આપવામાં સરળતા રહેશે. Imagine Meથી શરૂ થતો આપણો પ્રોમ્પ્ટ અને ફોટોગ્રાફ મળતાં જ મેટા એઆઇ ફટાફટ કામે લાગે છે અને આપણી સૂચના અનુસાર નવા પ્રકારનો, નવા બેકગ્રાઉન્ડ સાથેનો આપણો ફોટોગ્રાફ તૈયાર કરી આપે છે.
એટલે કે બધા AI પ્રોમ્પ્ટની જેમ અહીં પણ આપણને રિઝલ્ટ તરીકેની મળેલી ઇમેજની ક્વાલિટીનો બધો આધાર આપણે કેવી ઇમેજ આપીએ છીએ તથા કેવો પ્રોમ્પ્ટ આપીએ છીએ તેના પર છે. એ છતાં ભૂલવું નહિ કે આખરે AI આપણી જ બુદ્ધિ શક્તિ અને આપણા આપેલા પ્રોમ્પ્ટથી જ કામ કરી શકે છે. અટલે કે આખરી આધાર તો આપણી બુદ્ધિ પર જ છે!

