Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Computer will be controlled with the gesture of the hand: Know what kind of unique wristband Meta has created

હાથના ઈશારે Computer થશે Control: જાણો Metaએ બનાવ્યો કેવો અનોખો Wristband

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
હાથના ઈશારે Computer થશે Control: જાણો Metaએ બનાવ્યો કેવો અનોખો Wristband
સોર્સ : Google

Facebook અને Instagramની પેરેન્ટ કંપની Meta હાલમાં Wristband પર કામ કરી રહી છે. આ Wristbandની મદદથી યુઝર્સ કમ્પ્યુટરને કન્ટ્રોલ કરી શકશે. એ પણ ફક્ત હાથના ઇશારાથી. આ ડિવાઈસમાં Electromyography(EMG)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ હાથમાં આવેલા સ્નાયુઓ દ્વારા આપવામાં આવતા Electrical Signalsને વાંચવા માટે થાય છે. સ્નાયુના ફાઇબરને જોડતા કરોડરજ્જુમાં Alpha Motor Neuron દ્વારા આ સિગ્નલ જનરેટ કરવામાં આવે છે. આ Technology હજી એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં છે, પરંતુ એ મનુષ્ય અને કમ્પ્યુટર વચ્ચેના સંબંધને સંપૂર્ણપણે બદલી શકે છે. AI અને આ બેન્ડનો ઉપયોગ કરવામાં આવે તો હોલીવુડની ફિલ્મ ‘Ironman’માં જે રીતે દેખાડવામાં આવ્યું હતું એ રીતે કામ કરવું શક્ય બની શકે છે.

App Store

જાણો કઈ રીતે કામ કરશે આ Wristband

Wristband સ્નાયુમાંથી આવતાં Electrical Signalsને કમ્પ્યુટર કમાન્ડમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. હાથને જરા હલાવવામાં આવ્યો તો એનાથી Laptopની સ્ક્રીનનું કર્સર પણ હલાવી શકાશે. પહેલી આંગળી અને અંગૂઠાને ટેપ કરવાથી Desktop પર આવેલી Application પણ ઓપન કરી શકાશે. હવામાં કોઈ પણ શબ્દ લખવામાં આવે તો એ Smartphone અથવા તો Laptopની સ્ક્રીન પર ટાઇપ થઈ જશે. સ્નાયુ દ્વારા જનરેટ કરવામાં આવતા સિગ્નલને કમાન્ડમાં રૂપાંતર કરવા માટે આ Wristbandનો ઉપયોગ કરવામાં આવશે જે screen પરથી આ signalને પકડી પાડશે.

AIની પણ લેવાશે મદદ

Meta આ Wristbandમાં AIનો સમાવેશ કરશે. Wristbandના પર્ફોર્મન્સમાં વધારો કરવા માટે AIનો ઉપયોગ કરવામાં આવશે. આ વિશે મેટાના research અને Project લીડ Dr. Thomas Reardon  કહે છે કે, ‘આ Technologyની મદદથી લેપટોપનું કર્સર પણ હલાવી શકાશે. આ શક્ય એટલા માટે છે કારણ કે અમે આ ડિવાઇસની prototypeને 10,000થી વધુ લોકોના Data સાથે ટ્રેઇન કરી છે. આ ડિવાઇસ હવે સામાન્ય પેટર્નને સમજી લે છે. આથી નવા યુઝર પણ એનો ઉપયોગ કરશે તો એ ચોક્કસરૂપે કામ કરશે.’

શારીરિક રીતે અસક્ષમ વ્યક્તિ પણ કરી શકશે ઉપયોગ

Meta આગામી વર્ષોમાં આ Wristband Technologyને તેની તમામ પ્રોડક્ટમાં સમાવેશ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ગયા વર્ષે Metaએ એક ડેમોમાં દેખાડ્યું હતું કે Smart Glass કેવી રીતે ડિવાઇસને કન્ટ્રોલ કરી શકે છે. આથી આ Wristband શારીરિક રીતે અસક્ષમ વ્યક્તિઓ માટે પણ ખૂબ જ સારુ Game Changer બની શકે છે. જેમના હાથમાં તેમનો સંપૂર્ણ કન્ટ્રોલ ન હોય એવી વ્યક્તિ પણ હવે આ Technologyની મદદથી Smartphone અને Computerનો ઉપયોગ કરી શકશે.