TECH: શું તમે પણ રીલ્સ એડિક્ટ થઈ ગયા છો? તો હવે આ ફિચર તમને લિમિટ સેટ કરવા માટે કરશે મદદ
યૂટ્યુબ દ્વારા મોબાઇલ એપ માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથ

યૂટ્યુબ દ્વારા મોબાઇલ એપ માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની કાળજી વધુ સારી રીતે રાખી શકશે. ઘણાં યુઝર્સ હવે રીલ્સના બંધાણી થઈ ગયા છે. તેઓ એક વાર રીલ્સ જોવા બેસે પછી તેમને સમયનો ખ્યાલ નથી રહેતો. એમાં તેમને કલાકો નીકળી જાય છે. આ માટે યૂટ્યુબ એક નવું ફીચર લઈને આવ્યું છે. તે હવે યુઝર્સને શોર્ટ્સ જોવા માટે લિમિટ નક્કી કરવા દેશે. આ લિમિટ પૂરી થતાં યુઝર્સના શોર્ટ્સ અટકી જશે અને ત્યાર બાદ યુઝર્સ એને નહીં જોઈ શકે.
Youtubeનું શું કહેવું છે?
ગૂગલ હવે યુઝર્સની તમામ હેબિટ પર નજર રાખી રહ્યું છે. તેમના સ્વાસ્થ્યને સારું રાખવા માટે યૂટ્યુબ દ્વારા આ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. આ વિશે યૂટ્યુબ કહે છે, "શોર્ટ્સ યૂટ્યુબમાં ખૂબ જ મહત્ત્વનું છે. શોર્ટ્સમાં સ્ક્રોલિંગ ફીચરનો સમાવેશ કરવામાં આવતાં યુઝર્સ શોર્ટ્સ ફીડને સારી રીતે એક્સપ્લોર કરી શકશે. તેમ જ યુઝર્સ તેમની હેબિટ અને ટાઇમને પણ ખૂબ જ સારી રીતે મેનેજ કરી શકશે."
પેરન્ટલ કન્ટ્રોલમાં પણ આ ફીચર બહુ જલદી આવશે
યૂટ્યુબના આ નવા ફીચરનો ઉપયોગ યુઝર્સ યૂટ્યુબની મોબાઇલ એપના એકાઉન્ટ સેટિંગ્સમાં જઈને કરી શકે છે. કંપની દ્વારા આ ફીચર રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ દરેક યુઝર્સ સુધી પહોંચતા એમાં સમય લાગી શકે છે. યૂટ્યુબ હવે આ ફીચરનો સમાવેશ પેરન્ટલ કન્ટ્રોલમાં પણ કરવા માગે છે. આથી તેઓ તેમના બાળકોના સ્ક્રીન ટાઇમની સાથે શોર્ટ્સ જોવાની લિમિટ પણ નક્કી કરી શકે. સામાન્ય યુઝર્સ લિમિટ નોટિફિકેશનને ડિસમિસ કરી શકે છે. એટલે કે લિમિટને બંધ કરી શકે છે. જોકે પેરન્ટલ કન્ટ્રોલમાં એ બંધ નહીં કરી શકાશે. આ ફીચરને વર્ષના અંત સુધીમાં પેરન્ટલ કન્ટ્રોલમાં આપવામાં આવશે.






