મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

2026માં એપલ લોન્ચ કરી શકે છે તેનો પહેલો ફોલ્ડેબલ iPhone! રિપોર્ટ્સમાં થયો ખુલાસો

દેશ અને દુનિયામાં ફોલ્ડેબલ ફોનનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. યુઝર્સ પણ ફોલ્ડેબલ ફોન પસંદ કરી રહ્યા છે.

2026માં એપલ લોન્ચ કરી શકે છે તેનો પહેલો ફોલ્ડેબલ iPhone! રિપોર્ટ્સમાં થયો ખુલાસો

દેશ અને દુનિયામાં ફોલ્ડેબલ ફોનનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. યુઝર્સ પણ ફોલ્ડેબલ ફોન પસંદ કરી રહ્યા છે. સેમસંગ, મોટોરોલા, હુવેઇ જેવી મોબાઇલ મેન્યુફેક્ચરીંગ કંપનીઓના ફોલ્ડિંગ અને ફ્લિપ ફોન બજારમાં ઉપલબ્ધ છે. આ સિરીઝમાં એક રિપોર્ટ સામે આવ્યો છે કે એપલ પણ ફોલ્ડેબલ iPhone પર કામ કરી રહી છે અને જો બધુ બરાબર રહ્યું તો કંપનીએ આ વાતની સંભાવના દર્શાવી છે કે 2026ની શરૂઆતમાં દુનિયા એપલનો પહેલો ફોલ્ડેબલ  iPhone જોશે. યૂઝર્સ દ્વારા ફોલ્ડેબલ iPhone લાવવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી.

એપલ ફોલ્ડેબલ iPhone પર કામ કરી રહી છે

અહેવાલો અનુસાર, ફોલ્ડેબલ ફોન પર કામ આગળ વધી ગયું છે. આ ઉપરાંત, કંપનીએ ફોલ્ડેબલ ફોનમાં ઉપયોગમાં લેવાતા ભાગો માટે એશિયામાં સપ્લાયર્સનો પણ સંપર્ક કર્યો છે. આ સિવાય કંપનીએ આ પ્રોડક્ટ માટે V68 નામનો ઈન્ટરનલ કોડ પણ બનાવ્યો છે. એપલ જ્યારે પણ ફોલ્ડેબલ iPhone લોન્ચ કરશે ત્યારે તેની સીધી સ્પર્ધા સેમસંગના ફોલ્ડેબલ અને ફ્લિપ ફોન સાથે થશે. યુઝર્સને નવો અનુભવ આપવા માટે, સેમસંગ 2019માં ફોલ્ડેબલ સેગમેન્ટમાં ફોન લોન્ચ કરનાર પહેલી કંપની હતી. ત્યારથી, ફોલ્ડેબલ અને ફ્લિપ ફોનનો ટ્રેન્ડ ઝડપથી વધવા લાગ્યો છે.

ફોલ્ડેબલ ફોનનો ટ્રેન્ડ 

સેમસંગે જુલાઈની શરૂઆતમાં ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ 2024માં AI ફીચર્સ સાથે Galaxy Z Fold અને Z Flip રજૂ કર્યા હતા. સેમસંગે તેને હળવા અને પાતળા બનાવ્યા છે. તે જ સમયે, ચીનની મોબાઈલ કંપનીઓ Honor અને Huaweiએ પણ આ સેગમેન્ટમાં ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યા છે. એક અહેવાલ મુજબ, વૈશ્વિક ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટ એક વર્ષ અગાઉના પ્રથમ ક્વાર્ટરમાં 49% વધ્યું હતું, જે છ ક્વાર્ટરમાં તેનો સૌથી વધુ વૃદ્ધિ દર હતો. Huawei એ સેમસંગને પછાડીને પ્રથમ વખત ટોચનું સ્થાન મેળવ્યું હતું.

હાલમાં જ્યારે એપલને આ વિશે પૂછ્યું તો ફોલ્ડેબલ ફોનને લઈને તેમની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ સમાચાર શેર કરો